• 18 March 2022

    હોળી ધુળેટી આનંદોત્સવ

    Holi dhuleti anandotsv

    5 95

    હોળી ધુળેટી આનંદોત્સવ

    ***☀☀☀☀****

    હોળી ધુળેટી

    "ફાગણીયો આયો હૈયે હરખ ન સમાયો,

    ખીલ્યો કેસૂડો, અપાર પ્રેમરંગ છલકાયો."

    સમગ્ર ભારત વર્ષમાં હૈયાના હેતથી ઉજવાતો આ ત્યોહાર ભારતીય સઁસ્કૃતિનો મજબૂત સ્તંભ જેવો પવિત્ર ભક્તિમય અને આનંદમય ઉત્સવ છે.

    ખીલે પૂનમનો ચાંદ ને હોળીનો ત્યોહાર આવે લોક હ્નદયમાં પ્રેમની ભરતી લાવે પ્રકૃતી પણ સોળે કળાએ ખીલી ઉઠે બધાં જ શુભકાર્યો છોડી બસ આ ખીલતાં કેસૂડાં સાથે પ્રકૃતિની ગોદમાં જઈને આનંદોત્સવ મનાવાનું પર્વ "હોળી "

    છલકે રંગ પ્રકૃતિના, અસર માનવ મુખ પર છલકાય

    હોળી ધુળેટી આવતાં કેસૂડાં સંગ માનવ મન, હ્નદય ખીલી જાય. "

    તેમાં પ્રિયતમ સંગ હોળી તો અલગ જ અંદાજની હોય તો વળી શૂરવીરોની હોળી પણ શૌર્ય છલકતી હોય સાથે ભક્તોની હોળી પણ ભક્તિમય બની જાય છે. અને સઁસારમાં નવ પરણિતોની હોળી પણ સૌંદર્ય રસ છલકાવતી હોય છે. હોળી આવતાં જ અનેક રંગ છલકે,

    "સજે પ્રકૃતી સોળ શણગાર, કેસુડો ખુશીમાં ખીલી લહેરાય.

    પ્રેમ વિયોગે તડપતાં હૈયા, પ્રિયતમના રંગે રંગાઈને હેતે છલકાય."

    આ ઉત્સવમાં કેસુડાના ફૂલોનો રસ ઘોળીને એકબીજાને રંગવામાં આવે છે. હૈયાથી હૈયાને જોડતો પ્રેમ પ્રાગટ્યનો આ તહેવાર બધાજ મતભેદ ભૂલીને સહુ એક થઈ જાય છે. શોલે નુ ગીત..

    "હોળી કે દિન દિલ ખીલ જાતે હે...

    રંગો મેં રંગ મિલ જાતે હે."

    હોળી પછી આવે ધુળેટી, મનભરીને ધૂળમાં રમવાનો આ અનેરો અવસર. ભાન ભૂલીને પ્રકૃતી સાથે મગ્ન બની વિવિધ રંગોથી ખેલવાનો આનંદોત્સવ ધુળેટી

    તો આવો મિત્રો સહુ સાથે મળીને આપડે ઉજવીએ આપડા ઉત્સવો અને સહુને હોળીની શુભકામનાઓ

    આ હોળીનું થોડું મહત્વ જૉઈએ અને હોળાષ્ટક અને હોળીનું મહત્વ જરા સમજીએ દરેક રીતે...

    હોળાષ્ટક :

    આપણે ત્યાં અષ્ટક શબ્દ બે અર્થમાં છે. (૧) અષ્ટક એટલે આઠ શ્લોકનો સમૂહ. દા.ત. મંગલાષ્ટક, યમુનાષ્ટક, મધુરાષ્ટક વગેરે. (૨) અષ્ટક એટલે આઠ દિવસનો સમૂહ. હોળાષ્ટક એટલે હોળી (હુતાસણી) પહેલાના આઠ દિવસનો સમૂહ. અત્રે હોળાષ્ટક અંગે સાચી સમજ મેળવીએ.

    આપણી કૃષિપ્રધાન સંસ્કૃતિમાં રોજિંદા વ્યવહારમાં પ્રકૃતિના વિવિધ અંગો ભૂમિ, નદી નાળા, સરોવર, પર્વત, વનવગડાંની વનસ્પતિ, હવામાન, વગેરે સાથે સતત સાંનિધ્ય જળવાઇ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું. આપણે ત્યાં ખગોલીય દ્રષ્ટિએ વસંતસંપાત દિનનું વિશેષ મહત્ત્વ છે. વસંતસંપાત દિવસની નજીકની પૂનમ એટલે હોળી- હુતાસણી.

    આપણા લોકજીવન મુજબ ચોમાસાના ચાર મહિના (ચાતુર્માસ) ને બાદ કરતાં લગ્ન, જનોઇ, વાસ્તુ, ઉદ્દઘાટન, વ્યાપાર આરંભ વગેરે શુભ મુહૂર્તો કારતક સુદ ૧૧ થી અષાઢ સુદ ૧૧ સુધીના આઠ માસ દરમિયાન પંચાંગ શુદ્ધિ જોઇને આપવામાં આવે છે.

    હવે જો સમગ્ર આઠ માસ દરમિયાન આ બધા દિવસોમાં સતત માંગલિક મુહૂર્તો આપવામાં આવે તો વસંત ઋતુમાં જોવા મળતા વનસ્પતિના વૈભવ અને આરોગ્યમાં ઉપયોગી ઔષધીય વૃક્ષોના ફલ ફેલાવાનું અવલોકન – સૂક્ષ્મ નિરીક્ષણ માટે અભ્યાસી લોકો ખાસ સમય ફળવી શકે નહીં.

    હોળાષ્ટક શા માટે?

    આપણે ત્યાં હુતાસણી એ વસંતસંપાત દિવસની નજીકની પૂનમ હોવાને લીધે આગામી ઉનાળા તથા ચોમાસાના અંદાજ અભ્યાસ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આથી હુતાસણી હોલિકાદહન પહેલા એક સપ્તાહ સુધી તે અંગેના પ્રાચીન અર્વાચીન સાહિત્યનો પ્રત્યક્ષ અભ્યાસ થાય તે જરૂરી છે. આ માટે ફાગણ સુદ આઠમથી ફાગણ સુદ પૂનમ સુધીના આ દિવસો પ્રકૃતિના વિવિધ અંગોના અવલોકન નિરીક્ષણ અને અભ્યાસ માટે હોળાષ્ટકનો સમયગાળો નક્કી થયેલ છે.

    હોળાષ્ટક ક્યારે આવે છે?

    દર વર્ષે ફગણ સુદ આઠમથી ફગણ સુદ પૂનમ (હોલિકાદહન) સુધી ગણાય છે. હોલિકાદહન સંધ્યા સમયે પૂનમ તિથિ હોય ત્યારે કરવાનું થાય છે. તો જ હુતાસણી સમયે અગ્નિજવાળા તથા વાયુ અંગેના અવલોકન સાચા આવી શકે છે. સુદ ચૌદસ તિથિ સંધ્યા સમય પહેલાં સમાપ્ત થતી હોય અને સુદ પૂનમ તિથિ પણ સંધ્યા સમય અગાઉ સમાપ્ત થતી હોય ત્યારે પૂનમ તિથિનો પૂર્ણ ચંદ્ર સુદ ચૌદસની સાંજે ઊગી જતો હોય છે. આને વ્રત પર્વની ભાષામાં વ્રતની પૂનમ કહે છે.

    હોળાષ્ટકનું ખગોલીય મહત્ત્વઃ

    કાર્તિકી વિક્રમ સંવતના બાર માસ કારતક, માગશર, પોષ, મહા, ફગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો છે. તેને નૈર્સિગક કુંડળીના બાર સ્થાનો સાથે સાંકળવામાં આવે ત્યારે ફગણ માસ પાંચમા સ્થાને (ત્રિકોણ સ્થાને) આવે છે. આ પંચમ સ્થાનને નવસર્જન સાથે સીધો સંબંધ છે. એક ચાંદ્ર માસમાં (અમાસથી અમાસ દરમિયાન) ચાર ક્વાર્ટર આવે છે. તેનું મહત્ત્વ ખગોળ, હવામાન, ઋતુવિજ્ઞાન, મેદનીય જ્યોતિષ અને કૃષિ ઊપજની ક્ષય-વૃદ્ધિ (છત-અછત) અને ગંજબજારની તેજી-મંદીમાં વિશેષ જોવા મળે છે.

    (૧) પ્રથમ ક્વાર્ટર (ચરણ) એટલે અમાસની સમાપ્તિ (સુદ એકમ)થી સુદ આઠમનો પૂર્વાર્ધ. (૨) ચાંદ્રમાસનું બીજુ ચરણ એટલે સુદ આઠમના ઉત્તરાર્ધથી પૂનમની સમાપ્તિ. (૩) ત્રીજું ચરણ એટલે વદ એકમથી વદ આઠમનો પૂર્વાર્ધ. (૪) ચાંદ્રમાસનું ચોથું ચરણ વદ આઠમથી અમાસની સમાપ્તિ સુધીનો સમય. આમ હોળાષ્ટક પશ્ચિમ ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફગણ માસના દ્વિતીય ચરણ તરીકે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ ખગોલીય રહસ્ય બહુ ઓછા લોકો જાણે છે. હોળાષ્ટક કમુહૂર્તા ગણાય?

    હોળાષ્ટકનો મુખ્ય હેતુ વનસ્પતિના ફલ ફેલાવાનો અભ્યાસ કરીને કૃષિ સંસ્કૃતિને ઉપયોગી થવાનો છે. જેથી આગામી ઋતુઓ બાબતે ક્ષીર-નીર વિવેકથી અભ્યાસ થાય. વધુ લોકો તેમાં સામેલ થાય તેવા શુભ આશયથી આપણા પૂર્વાચાર્યોએ હોળાષ્ટકના દિવસો દરમિયાન માંગલિક મુહૂર્તો નહીં લેવા માટે આઠ દિવસનો વિરામ ફળવ્યો છે. જો લોકો આ સમયમાં પ્રવાસ યાત્રા, માંગલિક કાર્યોના રોકાણમાંથી મુક્ત રહેશે તો અવશ્ય પ્રકૃતિના ખોળે જવાનું વિચારશે. આરોગ્ય અને સૌંદર્ય માટે ખાખરાનાં વૃક્ષ ઉપર આવતાં કેસૂડાના ફૂલ મેળવી શકે છે. માંગલિક પ્રસંગો યોજવાનું ટાળે તે માટે હોળાષ્ટકના સાત આઠ દિવસો ‘સામી હુતાસણી’ તેમજ ‘હોળીની સામીઝાળ’ જેવા શબ્દોથી ઓળખાય છે.

    તો ખુશીઓ છલકાવી આવો મનાવીએ આપડો ભારતીય સઁસ્કૃતિનો ત્યોહાર હોળી ધુળેટી

    મેદનીય જ્યોતિષ અને કૃષિ ઊપજની ક્ષય-વૃદ્ધિ (છત-અછત) અને ગંજબજારની તેજી-મંદીમાં વિશેષ જોવા મળે છે.

    ભારતીય સંસ્કૃતિનો આનંદોત્સવ

    અનિરૂધ્ધસિંહ ઝાલા "રાજ"

Your Rating
blank-star-rating
Niky Malay - (28 March 2024) 5
khub saras ✍

0 0

Bhanuben Prajapati - (16 May 2022) 5
very nice 👌🏻👌🏻

0 0