• 20 February 2022

    મનની ઉડાન..

    મનની ઉડાન..

    5 89


    -->



    મનની ઉડાન..

    મારી પ્યારી સખી, આજે હું તને મન અને વિચારો વિશે જણાવું, પછી હું તને મારુ મન મુક્ત કેવી રીતે બન્યું, હું શું વિચારુ છું અને જીવનમાં મુકત મનનાં શું અનુભવ થયા,હું તને લખું છું સખી. મારી પ્રાણપ્યારી તું દિલની નજીક છું. દિલની વાતો કદાચ તું સમજી જતી હોઈશ પણ કલમથી લખું તને તો તારી મુલાકાત પણ કલમ જોડે થઈ જાય ને !!!,
    હ...અ... તને એની સાથે સમય વિતાવવા વધારે મળે એટલે તું મને અઢળક વિચારો આપ્યે રાખે. મન મારું તારામાં જ ઓતપ્રોત રાખે છે..

    મન જ કર્તા છે,મન જ ભોક્તા છે. લેણ-દેણમાં ફસાયેલું મન વિચારોમાંથી મુક્ત થતું નથી. મુક્ત મન ના થાય તો વીચારો તમારા રૂઢિવાદી પરંપરાઓમાં પકડાયેલા રહે છે,જેથી તમે વિચારોની ગતિ સુપર લેવલ પર કરી શકતા નથી.

    મનમાં ભય હોય તો મન ડરતું રહે છે. વહેમ અંધશ્રદ્ધામાં મન ડૂબતું રહે છે અંદરને અંદર મન ખૂપતું જાય છે. વિચારોના વમળના કાદવમાંથી બહાર આવવું મુશ્કેલ બની જાય છે.

    મનને પહેલેથીજ ""ના"" સાંભળતા શીખવાડો ""ના"" કહેતા શીખવાડો.

    "ના" કરતા શીખશો તો મુકત મને વિચારો જણાવી શકશો. અંતરઆત્મા તમારો ડંખશે નહીં, તમે કોઈની ખોટી વાતોમાં આવી જિંદગી બગાડશો નહીં, લાગણી માં આવીને કોઈ ખોટું પગલું ભરસો નહીં.

    ""ના"" સાંભળતા શીખશો તો વિચારી શકશો કેમ મને ના પાડે છે, ના પાડવાનો શું કારણ છે, એની પાછળનો વિચાર શું છે ? બીજાના મનના વિચારો જાણવાની તસદી લેશો, તેની લાગણી સારી રીતે સમજી શકશો.

    આપણી પાસે તન, મન અને આત્મા છે. આપણે પોતાની બુદ્ધિથી, મનથી વિચારી શકીએ છે. મનમાં જો પ્રેમ હશે તો સારી સૃષ્ટિ પ્રેમમય લાગશે.પ્રકૃતી, પશુ-પંખી, પરિવાર બધાને પ્રેમ આપો. પ્રેમ આપવાથી પ્રેમ વધશે. તમારા વિચારો પણ ઊચ્ચ બનશે, જે કોઈને બંધન કરતા નહિ લાગે. વિચારોથી માનવી શ્રેષ્ઠ બને છે. મન સ્વતંત્ર છે તો વિચારો પણ સ્વતંત્ર થશે, દ્રઢ બનશે, દરેકને સારુ ઈચ્છતા જ વિચારો આવશે. દરેકનું ભલુ થતું હોય તો મન પણ ખુશ રહેશે, મન સુખની પરાકાષ્ટા ભોગવશે. નિજાનંદ માણશે.

    મન નક્કી કરે છે કે આપણે જિંદગી જીવવી કે પસાર કરવી. મન સ્પ્રિંગ જેવું છે. વિચારો ની ફેક્ટરી છે, જ્યાં નિરંતર વિચારો ઉદ્દભવે છે. વિચારોને ક્યારેય રોકવા નહીં પણ તેને ગતિ આપી વહાવી દેવા. દરેક વિચાર પર ધ્યાન આપીએ તો અશાંતિ પ્રાપ્ત થાય. મન અશાંત બને. મન અશાંત બને તો રોગ ઉદ્દભવે. શારીરિક અને માનસિક હલચલ થાય. જિંદગી જીવવી અઘરી બની જાય.

    મન ખુશ તો દિલ ખુશ, દિલ ખુશ તો તન સ્વસ્થ. સરવાળે આનંદ જ આનંદ. મનને મુક્ત મને વિહરવા દો.

    મારા માબાપે ક્યારેય ડરતાં નથી શીખવાડ્યું કે નથી ક્યારેય બીક બતાવી. જિંદગી છે સમસ્યા આવશે, હમેશા હિંમતથી કામ લેવું. હિંમત તમારું મન મજબૂત હશે તો આવશે, મન મજબૂત કરવા સારા વિચારોની જરૂર હોય છે જે હમેંશા એકબીજાને માન આપવાથી કે પ્રેમ વહેંચવાથી વિચારોની હકારાત્મકતા વધે છે.

    મારું મન હમેંશા આનંદમાં રહે છે. સુખ હોય કે દુઃખ તેમાં તટસ્થ રહેવું મન મક્કમની નિશાની છે. કોઈને તમારા દુઃખની કે તમારી દર્દભરી વાતો કાયમ પસંદ આવતી નથી. તમારું દુઃખ કે દર્દ તમારે જ સહન કરવાનું છે તો શા માટે ફરિયાદ કરવી. હસતા હસતા સહન કરો. ખુશીઓ હમેંશા તમારી બીજાને વહેંચો જેથી પ્રેમ વધશે અરસપરસ.
    મુક્ત મનનાં અનુભવોમાં મારું વ્યક્તિત્વ નિખરી ઉઠ્યું. મારા અભિગમ હું બિન્દાસ જણાવી શકું છું. મને પાછળ શું ટીકા થશે તેની પડી નથી. મે મારો અભિગમ જણાવ્યો એનો આનંદ માણું છું. મારી જિંદગી ટેન્શન ફ્રી જીવું છું. મારી આજુબાજુમાં કે દૂર દૂર સુધી હિતેચ્છુઓ જોવા મળે છે. મારા થકી બધા આનંદ પામે છે એ વાતથી ખુશ છું. મોટીવેશન કરી શકું એટલો અનુભવ છે. પ્રકૃતિને માણવા પરિવાર સાથે લોંગ વેકેશન માણું છું જેનાથી પ્રેક્ટિકલ વધારે બનું છું. મારી ડિક્ષનેરીમાં ચાલશે શબ્દ સૌથી પહેલો છે.

    મનની સાથે કરાર થયો છે ગમે તે પરિસ્થિતી હોય માર્ગ અવશ્ય નીકળે છે તો મન તુ શાંત રહીશ તો સારું વિચારીને જલદીથી વિષમ પરિસ્થિતિમાંથી બહાર આવી શકીશ.

    મન આનંદમાં રહેશે તો સારી સૃષ્ટિ પ્રેમમય લાગશે પ્રેમભર્યું જીવન વિતશે. મનને હમેંશા દોસ્ત બનાવીને રાખવું. સુંદર સાથી બની રહેશે.

    મન જ બીજા મન રચે છે તો અપેક્ષા ઓછી રાખીશું તો બધા મન સાચવવા નહી પડે.

    ""અમી""



    amita shukla


Your Rating
blank-star-rating
પૂર્વી ચોકસી - (13 March 2022) 5

0 0

અનિરૂધ્ધસિંહ ઝાલા "રાજ" - (20 February 2022) 5
ખુબ જ઼ સરસ રચના.... મારી નવીન રચના વાંચશોજી

0 0

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (20 February 2022) 5
👌👌👌👌

0 0