• 20 July 2022

    અરીસો

    થર્ડ જેન્ડર

    5 77

    Third gender


    ‍ આપણે સૌ એક જ વાત થી વાકેફ હતાં કે ધરતી ઉપર માત્ર બે જાતિ છે એક પુરુષ જાતિ અને બીજી સ્ત્રી જાતિ જયારે ગુજરાતી, હિન્દી અંગ્રેજી તથા સંસ્કૃત ભાષામાં આવતા વ્યાકરણમાં નપુંસકલીગ શબ્દ આવતો ત્યારે એમ સમજાવવામાં આવતું કે જે પુલિંગ અને સ્ત્રીલિંગ શબ્દ નથી અથવા અક્ષર નથી તે નપુંસકલીગ કહેવાય. પરંતુ ધરતી ઉપર માનવ વસ્તીમાં આ જાતિ નો સમાવેશ કરાયો છે અને આ જાતિ ને નાનપ, અછૂત થી વધારે ખરાબ દ્રષ્ટિએ સમાજમાં જોવામાં આવ્યું છે.

    આ ત્રીજી જાતિ માં જન્મ થવો એ કોઈપણ ના હાથમાં નથી , માણસ બુદ્ધિ સ્વીકારી શકતી નથી કે આ ત્રીજી જાતિ એ વૈજ્ઞાનિક રીતે શરીરમાં કોઈ ખામી ને કારણે ઉદભવે. જેમ ધરતી ઉપર સ્ત્રીઓને પોતાના અસ્તિત્વ માટે જજુમવું પડે છે એના કરતાં વધારે આ જાતિમાં જન્મ લેનાર જીવને મૃત્યુ પર્યંત જજુમવું પડે છે. હમેશા તિરસ્કૃત, અને ગુનેહગાર હોય એ રીતે. એમનું જીવન નર્ક સમાન હોય છે. ભલે ભારતમાં થર્ડ જેન્ડર માટે થોડો અવકાશ મળ્યો હોય પરંતુ હજુ પણ એ સન્માન નથી જે દરેક સામાન્ય માણસ ને છે. આજ પણ એવા બાળકનો સ્વીકાર તેના ઘરના લોકો કરી શકતાં નથી, હા કોઈ ધનાઢય પરિવાર હોય તો એ બાળક માટે બીજા ઘણા વિકલ્પો નીકળે છે પણ ગરીબ કે સામાન્ય પરિવારના સભ્યોને આ બાળક શરમ રૂપી દાગ હોય એવું જ માનવામાં જાય છે. શુ આ લોકો ને અધિકાર નથી!?


    હર્ષા દલવાડી તનુ

    જામનગર



    હર્ષા Dalwadi


Your Rating
blank-star-rating
અનિરૂધ્ધસિંહ ઝાલા "રાજ" - (05 August 2022) 5
ખુબ જ સરસ

0 0