• 03 June 2022

    અરીસો

    નવો સ્ટંટ

    5 284

    આજની મારી કોલમ એક નવી પેઢી સામે સવાલ કરતી છે..

    દરેક માતા પિતાને પોતાના સંતાન માટે કંઈક નવું કરવાની ઈચ્છા હોય છે એ દીકરી હોય કે દીકરો.પરંતુ આપણા સંસ્કાર કઈ તરફ આગળ વધે છે એ તરફ નજર કરી તો મનમાં જરૂર ઉચાટ ભર્યા સવાલ ઉભા થવાના.24 વર્ષની ક્ષમા બિંદુ પોતાના આઝાદ ખ્યાલ અને વિચારસરણી ને પ્રકાશિત કરતાં કહી રહી છે કે, દુલહન બનવાની ઈચ્છા છે પરંતુ પતિ નથી જોઈતો.તેથી તે પોતાની જાત સાથે લગ્ન કરવાની અને હનીમૂન પર જવાની.
    અને એ માટે એના માતા પિતા સહમત છે, સારું કહેવાય કે એ એના માતા પિતાની અવગણના નથી કરી. પરંતુ સ્વતંત્રતા ના પડદા પાછળ સ્વચ્છંદી પણા નું ઓઢણ ઓઢી માતા પિતા, સાથે દગો કરી રહી છે.
    બધાને સવાલ થશે કઈ રીતે?
    પોતાની જાતને પ્રેમ કરવો ગુનોહછે?

    પોતાની જાતને પ્રેમ કરવો ગુનોહ નથી, પરંતુ પોતાની જાતને પ્રેમ કરવાને બહાને ગુનેહગાર થવું એ ગુનોહ છે. મારી દ્રષ્ટિએ જોઈએ તો આ પરિપક્વતા નથી. પોતાની જાત સાથે લગ્ન કરી આત્મવિવાહ નામ આપી પછી ખુલ્લેઆમ કોઈપણ વ્યક્તિ સાથે મન ભરાઈ નહીં ત્યાં સુધી જલસા કરો,કારણ પોતે આત્મ વિવાહિત અને જે દીકરી લગ્ન કરી લે પછી તેને તેના માતા પિતા કઈ કહેતા નથી કારણ એ અલગ ઘરની મલિક એનો પરિવાર બીજો માતા પિતા રખેવાળ હતા.સાસરે જાય એટલે ત્યાં લોકો એની દુનિયા એનું ઘર.પરંતુ આ ક્ષમા બિંદુ એ અલગ જ રસ્તો શોધી કાઢ્યો લગ્ન કરવા પણ પતિ સાસરું નથી જોઈતા જવાબદારીઓ નથી જોઈતી .પોતાની જાતને પ્રેમ કરવાના બહાનાં હેઠળ સ્વચ્છંદી બનવાનું પાક્કું લાઈસેન્સ મેળવવાની વાત કરી છે. શુ આ યોગ્ય છે!??
    માતા પિતા સાથે રહે તો સ્વચ્છંદી ના બની શકે, સાસરે જાય તો બંધનમાં જકડાઈ જાય પણ આત્મ વિવાહ કરે તો મન મૂકીને જલસા કરી શકે ..

    અભિપ્રાય જરુર આપજો

    હર્ષા દલવાડી તનુ
    જામનગર



    હર્ષા Dalwadi


Your Rating
blank-star-rating
અનિરૂધ્ધસિંહ ઝાલા "રાજ" - (05 June 2022) 5
ખુબ જ સરસ

0 0