જીવતર આવું ઉભડક ઉભું કયાં લગ રેશે..હેં, બા !!?!
દાઝેલા સપનાઓ લઇ હું પાણિયારે જાતી,
પાણિયારે પોક મૂકીને પાણી પાણી થાતી,
બળ્યાં ઉપર બળ્યું ઢાંક્યું ક્યાં લગ રેશે..હેં, બા !!?!
દિવસ આખાના હડસેલાં, ઠેબાં ને જાકારો,
અંધારૂ આવીને ચીતરે લોહીના આકારો !!
થાકેલી આંખે અજવાળું ક્યાં લગ રેશે..હેં, બા !!?!
અમે અમારું જીવતર જેના પગમાં ઢોળી દીધું,
એણે અમ પર ઢોર ગણીને અઢળક થોપી દીધું,
અમે કર્યાનું ખાતું છાનું ક્યાં લગ રેશે..હેં, બા !!?!
જીવતર આવું છાનુંમાનું ક્યાં લગ રેશે..હેં, બા !!?!
-ચૈતાલી જોગી
Happy birthday
Chaitali Jogi
16/4/2020