• 22 April 2020

    આજના બર્થડે સર્જક

    માધવ રામાનુજ

    0 33

    આજના બર્થડે સર્જક: *માધવ રામાનુજ*

    22/4/2020

    (સંકલન અને સ્કેચ : 'શિલ્પી' બુરેઠા. કચ્છ)

    ***

    રામાનુજ માધવ ઓધવદાસ

    જન્મ 22 – એપ્રિલ, 1945 ; પચ્છમ તા.ધંધુકા,

    જિ. અમદાવાદ

    કુટુમ્બ: માતા – ગંગાબા; પિતા – ઓધવજી દયારામ( જાણીતા વૈદ્ય) પત્ની – લલિતા- (સંગીત વિશારદ) પુત્રીઓ – દીપ્તિ (સંગીત શિક્ષિકા); નેહા – લેક્ચરર, ફાઈન આર્ટ્સ, સી.એન. વિદ્યાલય


    *અભ્યાસ*

    શાળા શિક્ષણ – પચ્છમ, અમદાવાદ, સાદરા તથા ‘ લોકશાળા ગ્રામભારતી’

    1973 – ‘કમર્શિયલ આર્ટ’ વિષયમાં ડિપ્લોમા – સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ, અમદાવાદ.


    વ્યવસાય

    1969 – અખંડ આનંદના તંત્રી વિભાગમાં

    1971 – કુમાર કાર્યાલય

    1969 -70 – વોરા પ્રકાશન સંસ્થા

    1970 –73 – આર.આર. શેઠની કંપનીમાં મુખપૃષ્ટચિત્રોના કલાકાર

    1973 થી – સી.એન. ફાઈન આર્ટ્સકોલેજમાં અધ્યાપક

    પ્રિન્સિપાલ ( ઉપર મુજબ)

    2004 થી – સર્વોચ્ચ અધિકારી, ડીપાર્ટમેન્ટ ઓફ હ્યુમન રીસોર્સ, શ્રીમતી જી.આર. દોશી અને શ્રીમતી કે.એમ.મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કીડની ડીસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર ( IKDRC)તથા ડૉ.એચ.એલ.ત્રિવેદી ઈન્સ્ટીટ્યુટ ઓફ ટ્રાંસ્પ્લાંટેશન સાયન્સીઝમાં


    *જીવનઝરમર*

    અનેક સમારંભોમાં સંચાલન, કવિમુશાયરાઓ-ડાયરાનું સંચાલન

    અમદાવાદ દૂરદર્શન માટે ‘રેવા’ નામક નાટકમાં કથા, પટકથા, ગીતોની રચના

    અનેક ગુજરાતી ફિલ્મો માટે ગીતોની રચના

    અનેક ક્ષેત્રોના મહાનુભાવોના જાહેર ઈંન્ટર્વ્યૂ લેનાર, મોરારિબાપુનો સળંગ આઠ કલાકનો ઈન્ટરવ્યુ

    ગુજરાત સમાચાર, સંદેશ, જનસત્તા, નૂતન ગુજરાત, જન્મભૂમિ પ્રવાસી, વિ. માં દસેક વર્ષથી વિવિધ વિષયો પર કોલમ રૂપે લેખો.

    શ્રી ગિરીશ કર્નાડના અધ્યક્ષપદ નીચે રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમીના પાંચ વર્ષ સભ્ય

    લલિતકલા અકાદમી તથા ગુજરાત સંગીત નાટક અકાદમીના બે ટર્મ માટે સભ્ય.

    ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી પદે આઠ વર્ષ

    ‘ગાંધર્વ મહાવિદ્યાલય’ ના ચેરમેન તરીકે એક ટર્મ

    ‘એથિકલ કમિટી ફોર કીડની ટ્રાન્સ્પ્લાન્ટેશન’ ના સભ્ય

    ‘આયુ ટ્રસ્ટ’ ના મેનેજીંગ ટ્રસ્ટી

    ઉત્તર બુનિયાદી સંસ્થા ‘ગ્રામભારતી’ ના સંચાલક મંડળમાં કાયમી સભ્ય

    ચેરમેન, ગુજરાત વિજ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન

    ‘સાહિત્ય પ્રવાસ’ – લીટરરી એકેડેમી ઓફ અમેરિકાના નિમંત્રણથી 3 માસનો પ્રવાસ

    નૈરોબી-કેન્યાના પ્રવાસે શ્રી મોરારિબાપુ સાથે

    *રચનાઓ*

    કાવ્યસંગ્રહો – તમે * ,

    અક્ષરનું એકાન્ત,

    કલરવના દેશ

    નવલકથા – પીંજરની આરપાર + (રુબીન ડેવીડના જીવન પર આધારિત) ,

    સૂર્યપુરુષ ભાગ 1-2. ( શ્રી ચીમનભાઈ પટેલના જીવન પર આધારિત.) ,

    કુણાલની ડાયરી ,

    પરોઢિયાના પાલવ ઓથે ( બે વર્તમાનપત્રોમાં ધારાવાહિક રૂપે પ્રકાશિત.)

    નાટક – અક્ષરનું અમૃત ( પ્રમુખ સ્વામીના જીવન પર આધારિત ) ,

    રાગ-વિરાગ ( ડૉ.એચ.એલ ત્રિવેદીના જીવન પર આધારિત ) ,

    એક હતી રૂપા ( રેડિયો નાટક ) ,

    કીડની વેશ, હૃદયનું હૃદય કીડની, કીડનીદાન જીવનદાન , પ્રત્યારોપણ પ્રેમનું ( કીડની ટ્રાન્સ્પ્લાંટેડ દરદીઓ દ્વારા અનેકવાર ભજવાયેલું ),

    ભવાઈ વેશ – જસમા ,

    ગુરુ ગણિકા ( સાતમી સદીના ભગવદ અજ્જાકિયા ની મૂળ કૃતિ પરથી.)


    *સન્માન*

    ગુજરાત સરકારનું ઈનામ *

    સાહિત્ય અકાદમી તથા સાહિત્ય પરિષદનું ઈનામ +

    1974 અને 1999 – દૂરદર્શન તરફથી વર્ષનાં ઉત્તમ ગીતોની રચના માટે ઇનામ

    2004 – ‘એકલવ્ય’ લાઇફ ટાઇમ એચીવમેંટ એવોર્ડ

    (સાભાર:cp ગુજરાતી પ્રતિભા પરિચય)

    ***

    એક રચના

    ***

    એક એવું ઘર મળે આ વિશ્વમાં, ,

    જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;

    એક એવું આંગણું કે જ્યાં મને;

    કોઈપણ કારણ વગર શૈશવ મળે !


    એક બસ એક જ મળે એવું નગર;

    જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;

    ‘કેમ છો?’ એવુંય ના કહેવું પડે;

    સાથ એવો પંથમાં ભવભવ મળે !


    એક એવી હોય મહેફિલ જ્યાં મને,

    કોઈ બોલાવે નહિ ને જઈ શકું !

    એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,

    પાનખરના આગમનનો રવ મળે !


    તો ય તે ના રંજ કૈં મનમાં રહે –

    અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…


    - માધવ રામાનુજ

    🌷🌷🌷

    Happy birthday

    Madhav Ramanuj



    Shilpi Buretha


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!