• 20 April 2020

    આજના બર્થડે સર્જક

    વીરુ પુરોહિત

    0 63

    આજના બર્થડે સર્જક : *વીરુ પુરોહિત*

    20/4/2020

    (સંકલન અને સ્કેચ: 'શિલ્પી' બુરેઠા. કચ્છ )

    ***

    નામ: વીરુ પુરોહિત

    જન્મ તારીખ : 20/4/1950

    જન્મસ્થળ :ભાયાવદર(રાજકોટ)

    અભ્યાસ :એમ.એ. ,પીએચ.ડી

    વ્યવસાય :એસોસિએટ પ્રોફેસર ગુજરાતી (રિટાયર્ડ) સુભાષ મહિલા આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ ,જુનાગઢ .

    સંપર્કસુત્ર : 23 -એ રાધેકૃષ્ણ નગર, મોતીબાગ માર્ગ ,જુનાગઢ-362001

    MO. 9879570419


    *પ્રકાશિત પુસ્તકો*

    1-વાંસ થકી વહેલી(કાવ્ય સંગ્રહ) -1982.

    2-અગિયારમી દિશા(કાવયસંગરહ)-2000 .

    3-પૂરું અને પૌષ્ટિ (દ્વિઅંકી )નાટક-

    2001

    4-કાવ્યો સામાજિક ધર્મ (વિવેચન) -2003

    5-અતિક્રમણ (નવલકથા)2012

    6-છલના વગર -(ગઝલસંગરહ) 2016

    7-ઉદધવ ગીત ગીત (ગીતસંગ્રહ) -2016


    *સન્માન*

    ૧) પૂરુ અને પૌષ્ટી નાટકને 'ગુજરાત સાહિત્ય અકાદમી' તરફથી નાટ્યવિભાગનું વર્ષ ૨૦૦૧નું પ્રથમ પારિતોષિક.

    ૨) પૂરુ અને પૌષ્ટી નાટકને મુંબઈની 'કલા ગુર્જરી' તરફથી નાટ્યવિભાગનું પ્રથમ 'ગિરાગુર્જરી' પારિતોષિક.

    ૩) આકાશવાણી દ્વારા યોજિત 'રેડિયો નાટ્ય સ્પર્ધા - ૧૯૯૯' માં 'પ્યાદા હોત વજીર' નાટકને પ્રથમ પારિતોષિક.

    ૪) ફૂલછાબ વાર્તાસ્પર્ધા ૧૯૭૧માં 'ડીકુ' વાર્તાને આશ્વાસન પારિતોષિક.

    ૫) 'અગિયારમી દિશા' કાવ્યસંગ્રહને શ્રી જયંત પાઠક કવિતા પારિતોષિક.

    ***

    આવો આજે એમના જન્મદિવસે એમનું એક મજાનું ગીત માણીએ

    ***

    ગીત.

    પડવે તું પોતે આવી ને બીજે મોકલી આંખો જી !

    ત્રીજે મારે બીલીપત્ર પર ચહેરો ચીતરી નાખ્યો જી !


    ચોથે ચમકી વીજળી, પાંચમ ‘પિયુ પિયુ’ પોકાર જી ,

    છઠ્ઠે મારું ભીતર તું ભીંજવતી અનરાધાર જી !


    મેઘધનુષ્યની પણછ તૂટીને સાતમ રંગફુહાર જી,

    આઠમ કળી કમળની, તારા શરીરનો શણગાર જી !


    નવમીનો ક્ષય, તડકો નીકળ્યો, અમને ફૂટી પાંખો જી;

    પડવે તું પોતે આવી ને બીજે મોકલી આંખો જી !


    તોરણ બાંધી દશે દ્વાર પર અમને લખિયો કાગળ જી !

    “અગિયારસના શુભ અવસર પર તમે વધેરો શ્રીફળ જી !”


    બારસ ખુલ્લા બાજુબંધ ને તેરસ ભીડી ભોગળ જી !

    ચૌદ ભુવનની તું મહારાણી, ચરણ ચાંપતાં વાદળ જી !


    પૂનમનો તેં ભરી વાડકો, મને કહ્યું કે ‘ચાખો જી !’

    પડવે તું પોતે આવી ને બીજે મોકલી આંખો જી !


    – વીરુ પુરોહિત


    Happy birthday

    Viru Purohit

    🌷🌷🌷



    Shilpi Buretha


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!