• 25 April 2020

    આજના બર્થડે સર્જક

    જયદેવ શુક્લ

    0 50

    આજના બર્થડે સર્જક શ્રી જયદેવ શુક્લની આ રચના માણીએ.

    ***


    ગ્રીષ્મના

    તોતિંગ તડકામાં

    પૃથ્વીનો

    આ નાનકો દાણો

    ધાણીની જેમ ફૂટે તો ?

    ડાબા હાથની

    વચલી આંગળીને

    પાછળ ખેંચી

    ટેરવેથી

    આ પૃથ્વીની લખોટી

    છોડું...

    ચંદ્ર

    જો ટિંચાય તો ?


    જયદેવ શુક્લ

    (*શબ્દસૃષ્ટિ* july 2012)


    Happy birthday

    Jaydev shukla

    25/4/2020



    Shilpi Buretha


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!