સવાલ રંગીન જવાબ સંગીન ૫ અનંત પટેલ
(1) પંકજ – મારા પપ્પા મારી મમ્મીથી ડરતા હોય એવું કેમ મને લાગતું હશે ?
જવાબ – એવું લાગે છે શું કામ ? અરે એવું જ છે , પણ એમ થવાનું કારણ શું છે એ તો તારા પપ્પા જ બતાવી શકે .
(2) દલપત – પ્રેમમાં પડો તો જ શાયરી લખાય ?
જવાબ – ના રે એવું કંઇ જરૂરી નથી, પણ શાયરી અથવા ગઝલ લખનારે ક્યાંક તો ચોટ ખાધેલી જ હોય છે...!!!!!
(3) સુંદરલાલ – હમણાંથી મને રોજ રાત્રે ખરાબ અને બિહામણાં સપનાં આવે છે ને એના લીધે મનમાં સતત ભય રહ્યા કરે છે તો હું શું કરું?
જવાબ –એવાં સપનાંથી ડરવાનું છોડી દો, રાત્રે હનુમાન ચાલીસા કે તમારા ઇષ્ટદેવની પ્રાર્થના કરવાનું રાખો. બાકી જે કરવાનું છે એ તો ઉપરવાળાએ જ કરવાનું છે.
(4) મનહર – દરેક મનુષ્ય પછી તે પુરુષ હોય કે સ્ત્રી તેનામાં પક્ષપાત ની વૃત્તિ કેમ આવતી હશે ?
જવાબ – માણસને જે વ્યક્તિ કે વસ્તુ વધારે ગમે તેના તરફ કૂણી લાગણી જન્મે એ બહુ સ્વાભાવિક બાબત છે એટલે આ વૃત્તિ તો મારા તમારા દરેક ના માં હોવાની જ, એટલે એની ચિંતા ન કરવી
(5) પ્રવિણા – ચૂંટણી આવે ત્યારે ઉમેદવારો જે રીતે પોતાને મત આપવાની વિનંતી કરવા માટે હાથ જોડીને ફરે છે તો પછી ચૂંટણી જીત્યા પછી તેમણે લોકોને હાથ જોડીને દર છ મહિને ખબર અંતર પૂછવા ન નીકળવું જોઇએ ?
જવાબ – હાસ્તો, તમારી વાત સો એ સો ટકા સાચી છે, આ ચૂંટણી પછી તમે જેને મત આપ્યો હોય ને જો એ જીત્યા હોય તો તમે આ અભિયાન શરૂ કરી શકો છો...
(6) રોહિણી– દરેક માણસ કંટાળી જાય છે ત્યારે એમ જ બોલે છે કે ભગવાન હવે તો મને અહીંથી ઉપાડી લે તો સારુ.., પણ ખરેખર જો યમદૂત આવી ચડે તો ?
જવાબ – જો ખરેખર યમદૂત આવે તો કોઇ એમને પાછા વાળી શકે નહિ, પણ યમદૂત નિશ્ચિત તારીખ અને સમય સિવાય જતા જ નથી. (6) ભૂરો - બીરબલ અને તેનાલિ રામા જેવા લોકો આ જમાનામાં કેમ જન્મતા નથી ?
જવાબ – એવું ના બોલ ભાઇ, એ તો દરેક જમાનામાં જન્મતા જ હોય છે પણ આપણે એમને ઓળખી શકતા નથી ....
00000
( વાચકો તેમના આવા પ્રશ્નો મોકલી શકે છે. તેમનું નામ, ગામ કે શહેરનું નામ, મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવો. સરસ પ્રશ્નો વાચકના નામ સાથે પ્રગટ કરવામાં આવશે. ઇમેઇલ- anantpatel135@yahoo.com, વોટ્સ અપ નં.- 9898409053 )