હાર્ટ બ્રેક
હાર્ટ બ્રેક શબ્દથી લગભગ પરિચિત છે, પરંતુ એનો અનુભવ ઘણા ઓછા લોકોને હોય છે. અને કેટલાક લોકો સંબંધો ની માયા જાળથી દૂર રહેતા હોય છે, કેમ કે અન્ય લોકોની હાર્ટ બ્રેકની વેદના જોઈને જ ડરી ગયેલા હોય છે.
સામાન્ય રીતે એક નિશ્ચિત ઉંમરે માણસમાં સંવેદનાઓ વધારે વેગ પકડે છે, એ દરમિયાન કોઈ પણ એને ટકરાઈ જાય ત્યારે એની સાથે જોડાતા રોકવું મુશ્કેલ છે.
લાગણીના બીજ રોપાય જાય. એ નાજૂક તાંતણો દેખતો નથી. અને એની નાજુકતા ને નજરઅંદાજ કરવામાં આવે ત્યારે એને તૂટવામાં, અવિશ્વાસ, શંકા અને વધુ પડતી અપેક્ષા જેવી ધારદાર વસ્તુઓનો સ્પર્શ પણ કાફી છે.
અને તૂટ્યા પછી એ ફરીથી જોડાય તો પણ એમાં ગાંઠ પડી જતી હોય છે, આ ગાંઠ ક્યારેક જીવન ભર ખટક્યા કરે છે. એટલે એની નાજુકતા તૂટે નહિ એની સાવચેતી ખુબ જરૂરી છે.
આ વાત થઇ બેજીક, પરંતુ એના પછી આટલું દુઃખ અને પીડા કેમ ??
જયારે આપણા શરીરની વાત કરીએ, આંગળી પર છરીની ધાર લાગે ત્યારે સૌ પ્રથમ શું થાય છે ? આંગળીના કોષો તૂટે છે અને એને લીધે પીડા ઉદ્ભવે છે. ! થોડા સમય પછી ફરીથી નવા કોષો બનશે અને ઘાવ લાગેલ ભાગ જોડાઈને સામાન્ય બની જશે !
પરંતુ લાગણીઓ માં થોડું અલગ છે., તમારી સાથે જોડાયેલા અન્ય વ્યક્તિના પ્રેમના તાંતણાઓ જયારે તૂટે છે ત્યારે દર્દ અને પીડાનો ચોક્કસ અનુભવ થશે, પરંતુ એને ફરીથી જોડાઈ જવાની કોઈ ગેરેન્ટી નથી કેમ કે અલગ થયેલા બે ટુકડા માંથી એક ટુકડો તમારો છે, જ્યારે બીજો ટુકડો સામેની વ્યક્તિનો છે. એટલે એક થવા માટે બન્ને ટુકડાની જરૂર પડે છે. અને ઘણી વાર જીવન ભર માટે વિખુટા પડી જતા હોય છે. ત્યારે ફરીથી કોઈ ની સાથે જોડવાંમાં ડર મહેસુસ થતો હોય છે.
હાર્ટ બ્રેક થવાના કારણોમાં મોટા ભાગે, ગેરસમજ, શંકા, વધુ પડતી અપેક્ષાઓ આ મુખ્ય હોય છે. એ ઉપરાંત. ઘણી વાર એક તરફી આકર્ષણ પણ હોય છે. કોઈ વ્યક્તિ ફક્ત રિસ્પોન્સ આપે અને એની અંદર સામેની વ્યક્તિ જેવું વિચારે એ મુજબની ફીલિંગ્સ નથી હોતી.
બીજી તરફ કોઈની ફીલિંગ્સ ને જાણી, સમજીને એની મજા લેવા માટે વ્યક્તિ સાથે જોડાઈ અને સ્વાર્થની પૂર્તિ કરવામાં આવે છે. પછી એનાથી દૂર થઇ જતા હોય છે. આ કારણોથી લોકોની ઝીંદગી દુઃખ અને પીડાથી ભરાઈ જતી હોય છે.
સાયકોલોજિકલી જોવા જઈએ તો, છોકરીઓ કે સ્ત્રીઓમાં જયારે હાર્ટ બ્રેક થાય ત્યારે તરત જ એની અસર દેખાય અને અમુક દિવસો થી લઈને મહિનાઓ સુધી અસર રહેશે ! અને જયારે સ્ત્રી સમસ્યાને બીજા સાથે શેર કરશે અને મન ભરીને રડી પણ લેશે એટલે મનમાં શાંતિ અનુભવાશે.
જયારે છોકરાઓ કે પુરુષોમાં શરૂઆતમાં અસર નહિ દેખાય, શરૂઆત નો સમયગાળો કાંઈ બન્યું જ નથી એવી રીતે પણ પસાર થાય, અને ધીમે ધીમે એની અસર વધવાની શરુ થતી હોય છે, કોઈની સામે ખુલી શકવું ખુબ મુશ્કેલ હોય છે, અને પીડાનો સમયગાળો જીવનભર સુધી હોઈ શકે ! ત્યારે દેવદાસ અને પાગલની જેમ યાદોને ભુલાવવા નશાથી ખુદને મિટાવવા સુધીનો પ્રયત્ન કરે છે.
લાગણીનો તાંતણો જોડતા પહેલા અને તૂટ્યા બાદ જે ધ્યાન રાખવામાં આવે છે. , જો એજ બાબત પ્રત્યે પરસ્પર જોડાયેલા હોય ત્યારે સભાન રહેવામાં આવે તો, જીવનભર સંબંધોની દોર અતૂટ રાખી શકાય છે !
અઢળક ❣❣❣❣❣❣ પ્રેમ સાથે વાચકોને સમર્પિત 😊