• 15 April 2024

    Tirth Shah

    એકાંત અને એકલતા

    5 6

    એકાંત અને એકલતા બંને વચ્ચે જાજો ફરક નથી છતાંય તે પરિબળો એકમેકના પૂરક છે. એકાંત એવું પરિબળ છે જે શાંતિને ઝંખે છે તેમજ એકાંત ધીરજને પામે છે. એકાંત એટલે તદ્દન મનની શાંતિ ધરાવતું પરિબળ જે કંઇક મેળવવાની ઘેલછા રાખે છે. એકાંત એ સકારાત્મક ઊર્જાનો સંચાર છે.

    હા, એકાંત ને તમે અન્ય રીતે જોવા જશો તો તેમાં નકારાત્મકતા પણ દેખાશે. તેનું કારણ દરેકના મંતવ્ય અનુસાર અલગ જ રહેવાનું. એકાંત ને ગમાડવું અને એકાંત ને પરાણે પોસવું તેમાં બહુ ફરક છે. એકાંત એ ધૈર્ય તેમજ સમય માંગી લે છે. એકાંત એ સામાજિક બંધનોથી મુક્ત કરે છે. એકાંત તમને ખાતરી અપાવે છે કે તમે હવે તમારી જાત સાથે પ્રેમ કરતા થઈ ગયા છો. એકાંત ક્યારે એકલવાયા માં ફેરવાઈ જાય તે આપણે ધ્યાન રાખવું જ રહ્યું..!

    એકલતા એ અનુભવથી રચાય છે. એકલતાને અનુભવવી પણ પડે અને માણવી પણ પડે. એકલતા કંઇક હદ સુધી નકારાત્મક પ્રભાવ રજૂ કરે છે. એકલતા એ મનના વિકારો ને છતા કરે છે. એકલતા એ પૂર્ણ સ્વરૂપ છે જે માણસ ને તેનાથી દૂર કરે છે. કંઇક એવા પરિબળો રચાય છે ત્યારે એકલતા જન્મ લે છે. લાગણીશીલ, સંવેદનશીલ, ધૈર્યવાન વ્યક્તિત્વ, સ્વાભિમાની, અનુભવી, ઘમંડી, સ્વાર્થી, ધાર્મિક તેમજ સામાજીક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક એકલતા અપનાવે છે. સમયાનુસાર અમુક પરિબળો બદલાયા કરે છે.

    એકાંત અને એકલતા એ માણસ ને અંદરથી તોડી નાખે છે. સામાજીક બંધનોથી મુક્ત કરવા અને પોતાની જાત સાથે સંઘર્ષ કરાવે તેમાં બંને પરિબળો જવાબદાર છે.

    તાત્પર્ય માત્ર એટલો જ છે કે એકાંત અને એકલતા માત્ર ને માત્ર સ્વભાવ, અભાવ અને ભાવથી જન્મે છે.

    આપનો આભાર
    તીર્થ શાહ.




    Tirth Shah


Your Rating
blank-star-rating
Niky Malay - (16 April 2024) 5
good ✍

1 1

हेतल Chauhan - (15 April 2024) 5

1 2