"એક પુરુષ બદલાયો છે"
મોટાભાગના સફળ પુરુષો પોતાની સફળતા પાછળ સ્ત્રીનો હાથ છે એવું જાહેરમાં કહેતા અચકાય તો પણ અંદરથી તો માને જ છે..
પણ એક સફળ સ્ત્રી પોતાની સફળતા પાછળ એક પુરુષ નો હાથ હોવાનું મોટાભાગે સ્વીકારતી નથી.
હકીકતમાં તો પુરુષને સ્ત્રી એ સાથ આપવો જ જોઈએ એ સમાજનો વણલખ્યો નિયમ છે વળી સદીઓથી સ્ત્રીઓના મનમાં પણ આ એનું મુખ્ય દાયિત્વ છે એના બીજ રોપવામાં આવ્યા છે એટલે એના માટે કોઈ પુરુષને આગળ વધારવો, એને સાથ આપવો એટલું અઘરું નથી..
પણ જ્યારે પુરુષ કોઈ સ્ત્રીને સાથ આપે ત્યારે પુરુષે બે મોરચે લડાઈ લડવાની હોય છે: એક પોતાના મન સાથે કે જેમાં સદીઓથી સંગ્રહાયેલા પુરુષ અહમના બીજ હોય છે અને બીજું સમાજ સાથે કે જ્યાં સ્ત્રી નું અસ્તિત્વ ફક્ત ઘરની ચાર દીવાલોમાં જ હોય છે એવું થોપી બેસાડવામાં આવેલું છે..
અને તેમ છતાં દરેક સફળ સ્ત્રી પાછળ એક આવા જ બે મોરચે યુદ્ધ લડીને જીતેલા વ્યક્તિનો જ હાથ હોય છે. તો હું દરેક સફળ સ્ત્રીઓને કહીશ કે તમારી સફળતા પાછળ રહેલા પુરુષને ક્યારેય ભૂલવો નહીં અને દરેક પુરુષ ને કહીશ કે તમારી માં, બેન, પત્ની, દીકરી, પ્રેયસી, મિત્ર, સહકર્મચારી કે કોઈ પણ હોય એમને સફળ બનાવવામાં કે આગળ લાવવામાં સાથ આપવો એ જ સાચું પુરુષત્વ છે એટલે એમાં અહમ ને કોરાણેમૂકવામાં સંકોચ કરશો નહિ...
જો કે આજના સમયમાં જે સ્ત્રી બદલાવની વાત થાય છે એમાં ઊંડું વિચારીએ તો સમજાય કે હકીકતમાં "સ્ત્રીઓ નથી બદલાઇ પણ પુરુષ બદલાયો છે..."
કારણ કે જો ખરેખર સ્ત્રીઓ બદલાઈ હોત ને તો મોટાભાગની સ્ત્રીઓનું જીવન સફળ હોત!!!