• 06 April 2024

    કણિકાઓ

    સૂર્યાસ્ત

    0 12

    કણિકા - ૧
    સૂર્યાસ્ત

    સામાન્ય રીતે તો બધા લોકો કહેશે કે, ઢળતો સૂરજ જોવાં કરતાં ઉગતા સૂરજને જોવું એ વધુ સારું કહેવાય છે કે, જે તમને હકારાત્મક ઉર્જા આપે છે કારણ કે, એ ઉગી રહ્યો છે. જ્યારે એથી વિરુદ્ધ સૂર્યાસ્તને જોવાથી તમારા મનમાં નકારાત્મક ઉર્જા પેદા થાય છે. પરંતુ મારી માન્યતા એ સામાન્ય લોકોની માન્યતા કરતા અલગ છે.

    મને તો ઢળતો સૂરજ ખૂબ જ ગમે છે. આ સંસારમાં નવા બાળકનો જન્મ એ પણ એક પ્રકારનો સૂર્યોદય જ છે જ્યારે સૂર્યાસ્ત એટલે ઘડપણને આરે પહોંચેલા આપણા વડીલો. એમની પાસે અનુભવની એ ચાવી છે કે, જે દરેક તાળાને ખોલી શકે છે. જેમ જન્મ પછી મૃત્યુ અને મૃત્યુ પછી ફરી જન્મ એ ચક્ર ચાલ્યા જ કરે છે એ જ રીતે સૂર્યાસ્ત પછી જ તો ફરીથી એક નવો સૂર્યોદય થાય છે! અને આ નવા સૂર્યોદય માટે સૂરજનું ઢળવું પણ તો જરૂરી છે! એટલા માટે મારું તો એવું જ માનવું છે કે, સૂર્યાસ્ત પણ જરૂરી જ છે જેથી સૂર્યોદય સાથે ફરી એક નવી સવારનો જન્મ થાય.

    -પૃથ્વી ગોહેલ
    તા. ૦૬/૦૪/૨૦૨૪, શનિવાર.




    pruthvi gohel


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!