એક મિત્રની આપબીતી
મારું માનવું છે જ્યાં સુધી તમારી પાસે કોઈ સાક્ષાત ઘટના નો અનુભવ ના હોય ત્યાં સુધી આ બધી વાતો માત્ર ભ્રમ અને કપોળ કલ્પિત લાગે.
આજના વિજ્ઞાન યુગમાં કહેવાતા સુધરેલા માણસો આગળ કદાચ પોતાનો અનુભવ રજુ કરીએ તોપણ ભોઠા પડી જવાય.
મારા પપ્પાની ડેથને ૫ વર્ષ થઇ ગયા. પપ્પા જોડે આવી શક્તિઓને બોલાવી એનો ભૂતકાળ ઉકેલવાનુ ઈલ્મ હતુ.
ઘણીવાર હું એમની વાતો નો વિરોધ કરતો પણ ત્યારે એ ઘણીવાર કહેતા તું રહેવા દે ભાઈ આ બધું જોવાનું તારું કામ નહીં.. પછી મેં એકવાર એમને કહ્યું આ વખતે ગમે ત્યાં પણ તમારે કોઈ મૃતાત્માને બોલાવવાનું થાય ત્યારે મને સાથે જરૂર લઇ જવો.
પપ્પા હંમેશાં જેમની પ્રેતબાધા મુક્ત કરવી હોય એમના ફીડબેક બુકમાં લઈ લેતા. મને ઘણી નવાઈ લાગતી. પણ એમને આ બધી વાતનો આનંદ અને સંતોષ હતો. એક પણ પૈસો લીધા વિના લોકોની જિંદગીમાંથી ખોવાઈ ગયેલી મુસ્કાનને ફરીથી તાજી કરી દેવાની એમની વૃત્તિ મને સ્પર્શી ગઈ હતી.
જોધપુર જિલ્લાના એક ગામમાં પ્રેમ ભાર્ગવ નામનો એક શખ્સ રહે છે. ગામના ઘણા વ્યક્તિઓ જોડે પપ્પાની વાત સાંભળેલી એમના વાઈફ સ્કૂલમાં ટીચર હતા.
હવે શાકભાજી લેવા નીકળે અથવા તો બજારમાં ક્યારેક આવ્યાં હોય ત્યારે અચાનક જ જેમ કાગડાનો અવાજ નીકળે એવો એમના ગળામાંથી અવાજ નીકળતો.
ઘણા લોકો ટોળે વળી જતાં. ક્ષોભથી એમના વાઈફની નજરો ઢળી જતી ક્યારેક એમને આવા વ્યાઘીથી આત્મહત્યાનો પણ વિચાર આવી જતો.
એમને પપ્પાને વાત કરી રવિવારના દિવસે પત્નીને લઈ ઘરે આવ્યા. પપ્પાએ એમના ચહેરા સામે જોઈ અને કહી દીધું કે એક મૃતાત્મા પજવે છે.
પ્રેમ ભાઈએ કહ્યું લાખો રૂપિયાની દવાઓ કરી નાખી છે અગર જો બાપુજી તમે મારી વાઈફ ને કંઈ સારુ કરી નાખો તો હું પણ આ વસ્તુને માની લઈશ કે આવું કંઈક છે આ દુનિયામાં અને આનાથી ઉપરની કેટલીક એવી તાકાત તો છે જે એને કાબૂમાં રાખી શકે છે. પપ્પા એ ચેલેન્જ સ્વીકારી લીધી. અમારુ ઘર મુસ્લિમ એરિયામાં હોય પ્રેમ ભાઈ ના ઘરે રાત જાગરણ ગોઠવી કુવારી કન્યાઓ જોડે ભજનકીર્તન કરાવ્યા. રાતના બાર વાગ્યા પછી એમની વાઈફ ના મોઢે થી એવો જ ભયાનક કાગડાના કર્કશ અવાજ જેવો સ્વર નીકળવા લાગ્યો એ વારંવાર ઉબાસીઓ ખાવા લાગ્યાં. એમના હાથની ટચલી આંગળી પકડી પપ્પાએ એક ઝાટકો માર્યો .
"બોલો કોણ છો તમે..?"
કદી જિંદગીમાં જેને બંગાળ નતું જોયું સ્ત્રી બંગાળી ભાષામાં કંઈક બોલવા લાગી.
એની ભાષા સમજવા ભાર્ગવભાઈ એ બાજુમાં રહેતા એક બંગાળી ફેમિલીને બોલાવી લીધુ.
પણ બંગાળી ભાષા બોલતી આત્માને એ હિન્દીમાં કહ્યુ.
ભૂલી ગયો મને.!
પ્રેમ ભાર્ગવ ના ચહેરા ની રેખાઓ તંગ થઈ ગઈ.
તારા ફાર્મ હાઉસ પર એક રાત શુ રોકાયો મને જમીનમાં દફનાવી દીધો અને કોઈને કશું કહ્યુ પણ નહીં.
પ્રેમ ભાર્ગવને એક જબરદસ્ત ઝટકો લાગ્યો હતો પછી એમણે ખુલાસો કર્યો મારી એક ભૂલ થઈ ગયેલી મારો એક મિત્ર મારા ફાર્મ હાઉસ પર રાત રોકાયેલો.
આસપાસના લીલા ખેતરો અને હરિયાળી ઉપર અગાસી પર જઈ એ નિહાળતો હતો કે અચાનક વાઈ આવતા એ નીચે પડી ગયો. અમે ગભરાઈ ગયા હતાં. પોલીસનો કોઈ ઈશ્યુ થશે એમ વિચારી રાતોરાત એને ખેતરના છેવાડે દફનાવી દીધેલો.
હા ,અને કોઈને કહ્યું પણ નહીં રોતા-રોતા એને કહ્યુ.
પપ્પાના કહેવાથી પ્રેમ ભાર્ગવએ એમની માફી માગી અને પોતાની વાઇફ ને મુક્ત કરવા આજીજી કરી.
પપ્પાએ એ મૃતાત્માને આ બેનનું શરીર છોડવા શું લઈશ એવું પૂછ્યું ત્યારે..
હું હવે નહીં જાઉ.. બેન ના ગાળામાં સોનાનુ લોકેટ બનાવી એ લોકેટમાં મને હું બતાવું એ વિધિ પ્રમાણે બેસાડજો હું ક્યારેય કોઈને નહીં રંજાડું બસ મારા નામથી એક દીવો જરૂર બાળજો.
ત્યારે પપ્પાએ એના બંગાળી ફ્રેન્ડના આત્મા સાથે વચન લીધા કે ફરીવાર તો મોઢામાંથી લોહી પડવાની સમસ્યા કે કાગડાના અવાજો જેવી મુશ્કેલીઓ ફરી ક્યારેય નહીં સર્જે. એ વચને બંધાયો પછી પપ્પા એ મારી સામે જોયું "બોલ હવે તારે શી સાબિતી જોઈએ છે?
મેં કહ્યું પપ્પા આના શરીરમાં કોઈ આત્મા જ આવ્યો છે એવી ખબર કેવી રીતે પડે..?
તો પપ્પા એ કહ્યું સમય જોઈ લે કેટલા વાગ્યા છે.?
મેં કહ્યું એક વાગી રહ્યો છે..!
તરત જ પેલી બેનની આંગળી ઝાલી પપ્પાએ હુકમ કર્યો.
તુ આનું શરીર છોડી દઈશ એ વાતની સાબિતી માટે મારે એક પ્રૂફ જોઈએ છે.
બોલો જો ભી હૈ બોલો..દો!
જા મારા ઘરે અત્યારે મારી પત્ની ને પૂછીને આવ કે કાકા ક્યાં ગયા છે..?"
"અભી આયા બાપુજી ..! હવાને જતાં શું વાર લાગે..!"
બે જ મિનિટ પછી ફરી એ બેન નું શરીર ધ્રૂજી ઊઠયું.
અવાજ આવ્યો પૂછ લીયા બાપુજી તસલ્લી કરલો.
મેં મમ્મીને ફોન લગાવ્યો. અને પૂછ્યું કોઈ ઘરે આવ્યું હતું.?"
મમ્મી અમારી રાહ જોતા હોવાથી જાગતા બેઠા હતાં મને કહે હા એક અજાણ્યા ભાઈ આવેલા તારા પપ્પા વિશે પૂછતા હતા.
મેં મમ્મી સાથે વાત ની ચોખવટ કર્યા વિના ફોન મૂકી દીધો.
પ્રેતાત્મા ના કહેવા પ્રમાણે વિધિ થઈ ને એના ગળામાં સોનાના અલંકાર માં એને જગા ગ્રહણ કરી એ પછી તો ઘણા અનુભવો થયા અગોચર વિશ્વના એવા રહસ્યો જાણ્યા જે બુદ્ધિશાળી સમાજના ગળે ઉતરે એવા નથી.