• 01 March 2025

    # Typing Time

    # Typing Time: 4

    5 30

    આપણાં માટે જીવો એથી વધુ સપના માટે જીવો. સપના એ જીવનની સજાવટ છે. ક્ષણોને રંગીન કરતી પીંછી છે. જેની પાસે સપના નથી એની પાસે આશા નથી. આશા નથી એની પાસે જીવન નથી. જીવન તો જીવવાની મજા આવે જો જીવનમાં પુરા ન થઈ શકે એવા ખ્વાબ હોય છતાં એને પુરા કરવાની કોશિશ હોય.

    તમારા સપના એ તમારા છે. જેને તમે તમારા દિવસનો સૌથી વધારે સમય આપો છો એ પણ તમારા સપના પુરા નહિ કરી શકે. એ ફક્ત તમારા સપના સાંભળશે. કદાચ વધુમાં વધુ જો સપોર્ટિંવ હશે તો તમારા સપના પુરા કરવા માટે તમને રાહ બતાવશે. બસ એથી વધુ કંઈ નહીં. ચાલવાનું તમારે છે. મહેનત તમારે કરવાની છે. પુરા પણ તમારે જ કરવાના છે.
    સપના વગરની જિંદગી એ દિશા વગરની સફર જેવી હોય છે. ખ્વાબ મનને અને હૃદયને રંગીન રાખે છે. જવાન રાખે છે. મહેનતમાં એક જુનુંન પેદા કરે છે. સપના જીવનની ગાડીને આગળ ધક્કો મારે છે. અંધકાર ભરેલી રાત પણ સપના સંગાથમાં પૂનમની દુધમલ ચાંદનીથી લિપેલી લાગશે. આંખોમાં ખ્વાબની ચમક હશે તો નજરમાં પણ રોશની ફેલાશે.
    ખ્વાબ એટલે મહત્વાકાંક્ષા. તમે જેવા બનવા માંગો છો એનું પ્રતિબિંબ. વ્યક્તિત્વના દર્શન. માણસના વિચારથી એનું વ્યક્તિત્વ નક્કી કરી શકાય છે અને ખ્વાબથી એના ભીતર રહેલી કંઈક કરી બતાવવાની તાકાત. પરિસ્થિતિ વિપરીત હોવા છતાં જે પોતાના સપના નથી છોડતા એ ચોક્કસ પોતાની મહત્વાકાંક્ષા સિદ્ધ કરી બતાવે છે. સંકુચિત દિમાગ હંમેશા ટૂંકા અને નજીકના ભવિષ્યમાં પુરા થઈ શકે એવા ખ્વાબ કે સપના રાખશે પરંતુ વિચારશીલ લોકો હંમેશા દીર્ઘ દ્રષ્ટિકોણ અપનાવશે. માટે હંમેશા દીર્ઘ દ્રષ્ટિકોણ રાખી ભવિષ્યને ઉજળું કરવા માટે સપનાઓ જોવા જોઈએ.

    ટ્વીટ:
    ગમે તેવી પરિસ્થિતિમાં પણ જે પોતાના સપના નથી છોડતા અને વંટોળ સામે અડીખમ ઉભા રહેવાની તાકાત ધરાવે છે એ જ જીવનમાં સફળ થાય છે. ઇતિહાસ એ લોકોને જ વરેલો છે.

    - jakakanu@gmail.com




    Patel Kanu


Your Rating
blank-star-rating
જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (03 March 2025) 5
સત્ય કહ્યું!

0 0

Shrutee Solanki - (01 March 2025) 5
very nice

1 0