• 06 June 2020

    દેશ દુનિયા

    યૂટ્યૂબ વિરુદ્ધ ટિકટોક- ધી એન્ડ

    0 101

    ટિકટોક ટિકટોક ટિકટોક...

    ટીક ટોક? હાલ આ શબ્દ જેટલી વખત સાંભળ્યું હશે તેટલું ઓછું હશે? કેરી મીનાટીના ટિકટોક વિરુદ્ધ યુટ્યૂબ વીડિયો પછી જાણે આ વિવાદમાં ઘી હોમાયું! ટિકટોક એક શબ્દ નહિ પણ હવે દરેક ભારતીયના જીવનમાં જોડાયેલો જીવનમાં ભળી ગયેલો શબ્દ છે. આજે અતિ સામાન્ય માણસ પાસે પણ મોબાઈલ ફોન હોય છે. સ્માર્ટફોનની ઘેલછા એ પણ દેખાડો છે. આજે બાળકને જન્મતા જ હાથમાં મોબાઈલ આપી દેવામાં આવે છે. એક એક બે બે વર્ષના બાળકો કેવા મોબાઈલને મચોડે છે? ત્રણ વર્ષ થતા તો બહુ સામાન્ય સેટિંગ વીડિયો પ્લે જેવું જાતે જ કરી લે છે. ફોન અનલોક પણ તેઓ જાતે જ કરી લે છે. ટિકટોક આજે તમે કોઈ પણ  જગ્યાએ  જશો ત્યાં તમે લોકોને ટિકટોક જોતા કે  ટિકટોક બનાવતા જોતા જોયા હશે ! બસ સ્ટેશન, રેલવે સ્ટેશન! એર પોર્ટ કોઈ અન્ય જાહેર જગ્યાએ પણ માણસ નવરો થઈ ટિકટોક જોવું પસંદ કરશે! અથવા ટિકટોક માટે નવરો થશે! એક ફેશન એ પણ ટ્રેન્ટમાં છે કે જન્મદિન પર પણ ટીકટોક વીડિયો બનાવવામાં આવે! કોઈ નાનું ઇવેન્ટ હોય! જીવનની ખૂબ જ આનંદમય ક્ષણ હોય લોકો તેને હવે ટિકટોકમાં કેદ કરવા માંગે છે. લોકોને ગમે છે કરે છે.એમાં પણ ટિકટોકનો આટલો વિરોધ કેમ? અગાઉ પણ એક વખત ભારતમાં ટિકટોક પ્રતિબંધ થઈ ચૂક્યો છે. વિરોધ ટિકટોકનો પણ નથી! તેની અંદર રહેલા કનેટનનો છે. ઇન્ડોનેશિયામાં પણ એક વખત પ્રતિબંધ થઈ તે ફરીથી નવા નિયમો નવી શરતો મુજબ લોન્ચ થયો! ભારતમાં કેરીમીનાટીના રોસ્ટિંગ વીડિયો પછી! ફરી આ ચર્ચાને હવા મળી કે ટિકટોક પર પ્રતિબંધ મુકવામાં આવે!  ટ્વિટર પર અલગ અલગ ટ્રેંડ શુરું થયા! #bantiktokinindia જેના પર હજારો ટ્વિટ રિટ્વીટ પણ થયા! શું કારણ હોઈ શકે? યૂટ્યૂબ વિરૂદ્ધ ટિકટોકમાં કોણ જીત્યું? કોનો ફાયદો થયો? સાચું કહું તો આ ઝગડામાં બંનેને ફાયદો થયો છે. પેહલી જુનવાણી થિયરી મુજબ બદનામ થઈને પણ નામ તો થયું! કેરીમીનાટીના વીડિયોએ ભારતમાં નવા કીર્તિમાન સ્થાપ્યા! તો ટીકટોક પર જ ચાલ્યા ટીકટોક સ્ટાર પણ ચર્ચાવા લાગ્યા! લોકો એ બહાને સર્ચ કરવા લાગ્યા! ટ્રોલ થવા પાછળ પણ લોકોને અંદર ખાને મજા જ આવી હતી! તે સિવાય ટિકટોકનો વિરોધ નાના પાયે દેશમાં પહેલાથી જ રહ્યો છે. તેની વિરુદ્ધ પિટિશનો દાખલ થઈ ચુકી છે. ઉપરથી ટિકટોક સંપૂર્ણ મેડ ઇન ચાઈનિઝ!  તે દિવસોમાં યૂટ્યૂબર તે પછી નાનો હોય કે મોટો બસ #tiktok_vs_youtube ટાઇટલ મૂકે એટલે લાખો વિયું લાઇક્સ મળે! પણ આનો વિરોધ ક્યાં હતો અને છે? ટિકટોક પર એસિડ એટેક, વલગર કન્ટેનના કારણે જ તેનો વિરોધ થયો! એવું તો યૂટ્યૂબ પર પણ થાય છે. પણ તેને બુસ્ટ નથી મળતું! જ્યારે ટીકટોક પર આવું જ કનેટેન જોવાય છે.

    જોઈએ ફરીથી ટિકટોક ભારતમાં પ્રતિબંધ થશે? ટિકટોક પર પ્રતિબંધ આવ્યું તો શું એવી માનસિકતા કે વિચારો પર પ્રતિબંધ લાવી શકાય? જોઈએ આ લડાઈ ક્યાં સુધી જાય છે? શું એ ટ્વિટર પર ચાલતા ટ્રેન્ટ પણ ફક્ત ફોલોવરના અકડાંઓ વધારવા માટે છે કે ખરેખર લડાઈ છે?



    #tiktok_vs_youtube

    the end.




    અલ્પેશ બારોટ


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!