• 06 June 2020

    દેશ દુનિયા

    જન્મદિન મુબારક

    5 146

    કેક, જન્મદિન પર કેક કાપવાનો આ રિવાજ કોણે શરૂ કર્યું જાણ નથી! કેક ભારતીય બનાવટ પણ નથી એટલે કહી શકાય કે આ એક પશ્ચિમી દેન છે. રિવાજ સાથે મને કોઈ વાંધો પણ નથી! આવી મીઠી વાનગી સામે કોને વાંધો હોઈ શકે? મને તો નથી જ..! જન્મદિન પર કેક કાપવું ફરજીયાત જેવું લાગે! ઘણા યુવાનો તો મને કેક પસંદ નથી આ તો મિત્રોએ પત્ની કે પછી સ્વજનો દ્વારા લઈ આવવામાં આવ્યો હતો એટલે! કેક સો રૂપિયાનો હોય એટલે એક હજાર! ભલે એને કેક ન ભાવતું હોય( એના કહેવા મુજબ) તેમ છતાં સોશિયલ મીડિયા પર ભાઈના સ્ટેસ્ટ, પોસ્ટ તો હોય જ...  કોઈની જન્મદિન મુબારકની ટિપ્પણીઓ આવ્યા પછી ફરીથી એનું જુનવાણી ટેપ રેકોડર ચાલુ! આ તો મને ભાવતું નથી પણ ઘરવાળાઓની ઈચ્છા હતી! ખેર ભાઈ બાર વાગ્યા પછી સતત ઓનલાઈન હોય! શાળા, કોલેજ ક્લિગ્સ મિત્રો બધાના મેસજના રિપ્લાય અપાતા હોય! યાદો શેર થતી હોય! કોઈ કોઈ જુના મિત્રોના ડીલીટ થઈ ગયેલા ફોન નંબર જન્મદિનના બહાને સેવ થાય! પણ દિલ હજું કોલેજની એક્સ ગર્લફ્રેન્ડમાં જ ખોવાયું હોય! એને તો મારો જન્મદિન યાદ છે. આ વખતે તે મેંને જરૂર વિશ કરશે! તે સિવાય ગણતરીઓ થતી હોય કોણે કેટલા વાગ્યે મેસજ કર્યો! કોણે મેસજમાં શું લખ્યું કયો ફોટો શેર થયો! લબ લબ લવ.... આ બધું આજે આટલું અગત્યનું કેમ લાગવા લાગ્યું છે? આ સોશિયલ મીડિયાની ભ્રામક દુનિયામાં આટલો રસ કેમ જાગ્યો? ફેસબુક પર વર્ષ તો હાઇડ જ રાખવામાં આવે! બિચારાઓ ક્યાં મોઢે પૂછે? કેટલામો બેઠો? કોઈ ગ્રૂપ હોય એમાં હેપ્પી બર્થડેના મેસજની લાઇન લાગી હોય ત્યારે આપણા અઘરા મિત્રો આવીને બોલે ભાઈ હવે છવીસના થયા! એજ ગ્રુપમાં આપણી નવી નવી ફ્રેન્ડને વળી પચીસ જ કહ્યા હતા.કેવી ઉઘાડી થાય? પેહલી આ વાતને બહુ ગંભીરતાથી લઇ લે એટલે બે ચાર મિત્રોને અલગ અલગ આંકડાઓનું લખાવનું કેહવાના આવે! જોયું ને મેં તને કહ્યું હતું આ લોકોને ગંભીરતાથી ન લેવા જોઈએ! કેવા મજાકીયા છે મારા મિત્રો! પાછળ હા હા હા...લખવું ફરજિયાત છે. નહિતર ખબર કેમ પડે કે ગંભીરતાથી કહ્યું હતું કે હસીને! એક જ માણસ એક દિવસમાં કેટલા કેક કાપે? એનું પણ ગર્વ લેવાય? કોલેજીયન હોય તો કોલેજ ગ્રુપ, બીજા ગ્રુપ, ગર્લફ્રેંડ સાથે, ઘરે....ઘરે થોડી ચવાઈ જાય સંકોચાઈ જાય! ઉંમગ કે ઉમળકો ન રહે! આખો દિવસ કેક એને પાર્ટીઓ કરીને આવેલાને હવે ઘરમાં બત્રીસ ભાતના ભોજન હોય કે એક સો ને બત્રીસ શું ફરક પડે? મને એસીડીટી છે. મને આમ છે મારું પેટ દુઃખે છે. હું આઈસ્ક્રીમ જ લઈશ! હું કેકનો નાનો બાઇટ્સ જ લઈશ... ઠીક છે ને? જેનો જન્મદિન હોય એને હવે એકને એક પ્રવૃત્તિમાં રસ નહિ હોય? કદાચ એટલી જ થાકેલી અવસ્થામાં ગર્લફ્રેન્ડ સાથે કેક કપાઈ રહ્યો હોય તો? ગમે તેટલી થાકેલી હાલતમાં ચાંદ તારાઓ તોડી જ લાવશે? આવા લોકો માટે અદભુત અદભુત અને અદભુત એવું ત્રણ વખત કહી શકાય! આ બધું થઈ જાય પછી બાર વાગ્યા પેહલા એને ફ્રી થવું હોય છે. બધા સાથે કાપેલા કેક, બધા ફોટો, બધાની શુભેચ્છાઓ એક એક કરીને સ્ટેસ્ટમાં મુકાશે! એમાં એ હરોળ લાગી હોય! કોઈ નાની શુભેચ્છા ચુકાઈ ન જાય! કેટલા સ્ટેસ્ટ થશે એક હજાર બે હજાર! કેટલા કેક કપાયા પાંચ-સાત... એની ગણતરીઓ પણ અમુક લોકો કરતા હોય છે. ભળવીર ખુદ પણ કરતો હોય છે. કોણે મારા ફોટોને સ્ટેસ્ટમાં મુક્યો હતો? કોણે કોણે મને શુભેચ્છાઓ આપી હતી. કોણે નથી આપી બધાની ગણતરીઓ થઈ જાય! લગ્નના ચાંદલાની જેમ એક સો એક આવ્યા હોય તો એક સો ને એક જ લખવા....

    આજે જેનો જેનો જન્મદિન હોય એને શુભેચ્છાઓ...

    અસ્તુ.


    Mail id: alpeshbarot333@gmail.com

    Whatsapp-8320671764




    અલ્પેશ બારોટ


Your Rating
blank-star-rating
નિકિતા પંચાલ - (05 June 2021) 5
કેક કટ કરો તો જ જન્મદિવસ ઉજવાય એવી હવે ફેશન થઇ ગઈ છે બાકી જન્મદિવસ પર મોમ ના હાથની મન ભાવતી વાનગી હોય સાથે ગમતી મીઠાઈ હોય પછી શું જોઈએ

1 0