• 06 June 2020

    સવાલ જવાબ

    શું તમે પણ તણાવમાં છો?

    5 318


    *આજનો વિષય તણાવ*


    તણાવ એટલે શું?


    તણાવ એટલે જ ચિંતા?


    જેટલા મોઢા એટલી વાતો. આપણે જ્યારે પણ તણાવ વિષે વાતકરવાની શરૂ કરી અને એટલે એ લોકો તણાવમાંથી બહાર નીકળવાના ઉપાયો આપે. કોઈ આપણને તણાવ એટલે શું એ કદાચ ક્યારેય નથી કહેતું. ચાલો આજે આપણે તણાવ અને તળાવમાંથી બહાર નીકળવાના ઉપાયો બંને વિશે વાત કરીએ.


    નમસ્કાર, હું છું પૂજા ત્રિવેદી રાવલ. હું જિંદગીની સફળતાની અને ખુશીઓ ની ચાવી માટે આપની માર્ગદર્શક બનવાની કોશિશ કરીશ. પણ એ તો જ શક્ય બનશે જો આપના સવાલો મને અહી મળતા રહેશે.


    તો ચાલો શરુ કરીએ આજના વિષય ઉપરની ચર્ચા.


    તણાવ એટલે આપણા મગજમાં રહેલું એક એવી પરિસ્થિતિ કે જે હંમેશા આપણામાં મોજુદ છે, પરંતુ પર્યાવરણ, માનસિક સંજોગો અને લાગણીઓના આધારે જેમાં ફેરબદલ થતી રહે છે.


    એટલે કે દરેક માણસમાં તણાવ કોઈને કોઈ રીતે સમાયેલો હોય છે. જે લોકો તણાવને લીધે પરેશાન છે તે લોકો પોતે કોઇ પરિસ્થિતિને પૂરી કરવામાં નિષ્ફળ જશે તેઓ માનીને બેસે છે ત્યારે ઊભી થતી પરિસ્થિતિ જેને આપણે તણાવ કહીએ છીએ.


    આ તો એવું કહેવાય કે જે વસ્તુ આપણી પાસે છે એમાં વધારો કે ઘટાડો થાય એટલે આપણે એને એ જ નામ આપ્યું બરાબર ને?


    તમે તો તણાવ એ માનસિક પરિસ્થિતિ છે એ કોઈ રોગ નથી. આપણામાં હાજર રહેલી એક સામાન્ય પરિસ્થિતિ. આપણે જેનાથી લડવાનું છે તે છે તણાવમાં થતો વધારો.


    તણાવમાં વધારો થવાના મુખ્ય કારણોમાં નિષ્ફળ થવાનો ડર, હારી જવાનો ડર, બીજા પાસે ખોટા સાબિત થવાનો ડર, પોતે ધારી લીધેલા જજમેન્ટ, પોતાની લઘુતા ગ્રંથી અથવા તો પોતાના વિશે કરેલી ખોટી અપેક્ષાઓ હોઈ શકે છે.


    તણાવમાંથી બહાર નીકળવા માટે મારી દ્રષ્ટિએ નીચેના મુદ્દાઓ તાત્કાલિક ધોરણે અનુસરવામાં આવે તો તેના ઉપર જીત મળી શકે છે.


    ૧) આપ આપના મનને બીજી દિશામાં કાર્યરત કરો.

    ૨)જો કાયમ માટે તણાવમાંથી મુક્તિ રહેવું હોય તો પોતાની ગમતી પ્રવૃત્તિ કે જે તમારો પ્રોફેશન નથી તેના માટે દિવસ દરમિયાન થોડો સમય કાઢો.


    ૩) કોઈપણ વસ્તુ જો તમે નથી કરી શકતા તો એને સ્વીકારવાનું શીખો. (જોકે ઘણી બધી વખત આ સમજવું એ પણ બહુ મોટી વસ્તુ હોય છે.)


    ૪) કોઈની પણ સલાહ ને પૂર્ણતઃ સ્વીકારી લેવાની જરૂર નથી. એ સલાહને ધ્યાનમાં જરૂર રાખો. બની શકે કે એ સલાહ તમને ક્યાંક ઉપયોગી પણ નીવડી શકે.


    ૫) જે પરિસ્થિતિ તમારા હાથમાં નથી ત્યાં સલાહ આપવાનું ટાળો.


    ૬) જ્યારે તણાવ અનુભવાય ત્યારે ખાંડનું પ્રમાણ વધારી દો અથવા તો ફળ લેવાનું વધારી દો.


    ૭) દુનિયામાં કોઈ માણસ એવો નથી કે જેને તણાવ નથી. બની શકે કે તમે જે પરિસ્થિતિમાં છો તેના નિર્માતા પણ તમે જ હોવ. દરેક માણસ પોતાની જગ્યાએ પોતપોતાની પરિસ્થિતિમાં તણાવ અથવા તળાવમાંથી નીકળવાનો રસ્તો જાતે જ શોધી શકે છે.


    ૮) રોજ સવારે ફક્ત એક વખત અરીસામાં પોતાને નિહાળો.


    ૯) કોઈપણ વસ્તુ કે વ્યક્તિને મહત્વ આપતા પહેલા એ મનમાં ક્લિયર કરી લો કે એ વસ્તુ કે વ્યક્તિ કરતાં પણ તમે પોતે તમારા માટે વધારે મહત્વના છો. *અને આ મુદ્દો ક્યારેય ના ભુલો.*


    ૯) જો તમને એવું લાગે કે તમે કાયમ આવું જ કરો છો અને તમારે થી કાયમ નિષ્ફળ જવાય છે તો એક માણસને એવો શોધવાનો પ્રયત્ન કરો કે જે નિષ્ફળતા વગર સફળતા મેળવી શક્યો હોય.( એના કહેવાના ઉપર ના જાવ જાતે શોધવાની કોશિશ કરો.)


    ૧૦) તણાવ સાથે કે પરિસ્થિતિ સાથે આંખોમાં આંખો નાંખીને લડાઈ આપો. કારણ કે તમારી હિંમત અને તમારો આત્મવિશ્વાસ એ તમારી સૌથી મહત્વની મૂડી છે જે તમારી પાસેથી કોઈ ઝુંટવી નહીં શકે.


    મને ખબર છે મિત્રો આ 10 મુદ્દાઓ છે મેં તમને કયા એક ખૂબ સામાન્ય છે, પરંતુ દરેક પરિસ્થિતિમાં અલગ-અલગ મતદાન એ અપનાવવા ખૂબ જરૂરી હોય છે. આ માટે આપ મને અહીં કમેન્ટમાં આપનો સવાલ પૂછી શકો છો અથવા તો શોપિઝન પર મેઈલ કરીને મને સવાલ પૂછી શકો છો.


    અને જો છતાં પણ આપને કોઈ પ્રશ્ન હોય તો મને instagram પર પણ ફોલો કરી શકો છો. મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે.


    @_solution.guru_


    જો આપ નો સવાલ અંગત નથી તો અહીં કોમેન્ટ સેક્શન માં પણ આપનો સવાલ પૂછી શકો છો.


    શનિ રવિની કોલમમાં આવતી કાલે ફરી મળીશું સવાલોના જવાબ સાથે..



    પૂજા ત્રિવેદી રાવલ


Your Rating
blank-star-rating
hardik raychanda - (07 June 2020) 5

1 0

Gundigara Samir - (06 June 2020) 5
ખુબ જ સરસ બહેન

1 0

અમિષા પ્રણવ શાહ - (06 June 2020) 5
Really helpful.

1 1

Mahesh Malviya - (06 June 2020) 5
સવાલ છે કે business માં જયારે tensione આવે ત્યારે જે તણાવ આવે એને કેમ દૂર કરવો અને એ tension ગમે ત્યારે આવે. જે kalpana બહાર હોઈ તો એને કેમ overcomes કરવું suggesting me

1 1