• 21 December 2019

    સવાલ રંગીન જવાબ સંગીન

    સવાલ રંગીન જવાબ સંગીન---6

    0 135

    સવાલ રંગીન, જવાબ સંગીન-6 અનંત પટેલ

    (૧)

    ગૌરીશંકર

    :-

    આપણી અગાઉની ગુરુ-શિષ્યની પરંપરા માટે આજના સંદર્ભમાં શું કહી શકાય ?

    જવાબ

    :-

    આજે ગુરુ દક્ષિણા ગુરુઓ પહેલેથી જ નક્કી કરી લે છે, અરે એડવાંસમાં જ લઇ લે છે!!!!

    (૨)

    રતુભાઇ

    :-

    ગરીબ વ્યક્તિ દિલનો અમીર હોય છે જ્યારે ધનવાન માણસ દિલનો ખૂબ ગરીબ હોય છે આવું કેમ ?

    જવાબ

    :-

    તમે અમીર છો કે ગરીબ છો એ પહેલાં જણાવો...

    (૩)

    બબલી

    :-

    પૂર્વ જન્મ જેવુ કશું હોય છે ખરું ?

    જવાબ

    :-

    જેમ જીવો છો એમ જીવી લો ને ભઇ !! એ બધુ જાણીને તમારે શું કરવું છે ?? વળી ગયો જનમ ક્યાં કોઇને યાદ રહે છે ??

    (૪)

    બાબુલાલ

    :-

    કેટલાક લોકો વારંવાર ઠપકો આપ્યા છતાં કેમ સુધરતા નથી ?

    જવાબ

    :-

    એમને મોટો ફટકો વાગ્યા પછી જ સુધરવું હોય છે એટલે.

    (૫)

    સાવિત્રીબેન

    :-

    ચાર પુરુષો ઝઘડ્યા વગર ઘણા દિવસો સાથે રહી શકે છે જ્યારે બે સ્ત્રીઓ બે દિવસથી વધારે સમય સાથે રહે તો ઝઘડો થાય જ એનું શું કારણ ?

    જવાબ

    :-

    સ્ત્રીઓનું કલ્ચર કુદરતે એવું જ બનાવ્યું છે કે એ લગભગ ઝઘડ્યા વિના રહી શક્તી જ નથી.જો કે એમાં કેટલાક અપવાદ હોય છે ને તમે એમાંના એક છો. બોલો સાચુ ને ?? .

    (૬)

    કનુ

    :-

    આજકાલની હિંદી ફિલ્મોનાં ટાઇટલ પહેલાંના જેવાં કેમ નથી હોતાં ?

    જવાબ

    :-

    આજની યુવા પેઢીને જે ગમે તે ફિલમવાળાઓએ આપવું પડે પછી બિચારા શું કરે ?

    (૭)

    ટીના

    :-

    આજે દીકરીને ગાય દોરે ત્યાં જાય ને બદલે ફાવે ત્યાં જાય તેવું કેમ થઇ ગયું છે ?

    જવાબ

    :-

    લોકોને જેવું દેખાય તેવું બોલે. જો કે આ બાબત બધી દીકરીઓ કે ગાયોને લાગુ પડતી નથી.

    (વાચકો તેમના આવા પ્રશ્નો મોકલી શકે છે. તેમનું નામ, ગામ કે શહેરનું નામ, મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવો. પોસ્ટકાર્ડથી પણ મોકલી શકાશે. સરસ પ્રશ્નો વાચકના નામ સાથે પ્રગટ કરવામાં આવશે. (ઇમેઇલ- anantpatel135@yahoo.com )

    સરનામું- 221/1/એ. જૈન દેરાસર પાસે

    આનંદવાટિકા સોસાયટી સેક્ટર-22 ગાંધીનગર



    Anant Patel


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!