ચાલો તૈયાર?
આમ તો એક જ સવાલ પૂછાયો છે. પણ મને લાગે છે કે એ જ એક સવાલ આપણને અટકાવે છે આપણને ખબર હોય તે પગલાં લેવામાં.
થોડી સવાલની વાતો..
સવાલ જનરલમાં આ રીતે વિચારાય.
" અચાનક ઊભી થયેલી પરિસ્થિતિમાં શું કરવું? કારણકે જીવનમાં એવી પરિસ્થિતિ આવે જ્યારે આપણે ધારેલા સંજોગો વિપરીત થઈ જાય."
આવા સંજોગો કયા હોઈ શકે?
- *પરીક્ષાની તૈયારી બરાબર ન કરી અને પેપરમાં જે નહોતું વાંચ્યું તે જ આવ્યું.*
જવાબદાર કોણ? કોણે વાંચવામાં આળસ કરી?
- *બિઝનેસમાં વણજોઈતી ઉપાધિ આવી.*
કોણ જવાબદાર? આ પરિસ્થિતિ ઉત્પન્ન થવા માટે કઈ પરિસ્થિતિ જવાબદાર?
- *સંબંધોમાં ઊંચનીચના બનાવો ઉદ્ભવ્યા.*
એકને ના ગમતું બીજાએ કર્યું કે એકને બીજાની કોઈ વાતનું દુઃખ લાગ્યું. કોણ જવાબદાર?
એટલે કે અચાનક ઉદ્ભવતી કોઈ પણ પરિસ્થિતિ માટે આપણે એક કે બીજી રીતે જવાબદાર છીએ જ.
*ઉપાય-ઉપચાર*
કાલે ચર્ચા કરી એ મુદ્દાઓ અહીં ઉપયોગી બને જ.
આ સિવાય ઊભી થયેલી પરિસ્થિતિમાં તણાવ વધારવાથી પરિસ્થિતિ પર કાબુ મેળવી શકાય ખરો?
જો હા તો જરૂર કરો.
જો ના... તો છોડી દો.
ઘણી વખત એક કે બીજી રીતે સંબંધ સાચવવા મુશ્કેલ બને.. તો એક સવાલ જે હું મારી જાતને પૂછું છું કે આ સંબંધ નહી હોય તો મારા જીવનમાં ફરક પડશે?
ના તો જવા દો.
હા. તો નેગેટિવ કે પોઝિટિવ?
નેગેટિવ- વધારે જોરથી પકડી રાખો..
પોઝિટિવ - જવા દો...
બિઝનેસ માટે કે કોઇ પણ નિષ્ફળતા માટે પણ આ જ ઉપાય..
શું જોયેલું સ્વપ્ન અને સફળતા તુક્કો હતો કે દેખાદેખી હતી?
ના- તો બમણી મહેનત કરો..
હા - અહીં જ અટકી જાવ..
એક વાત હંમેશાં યાદ રાખજો કે તણાવ કોઈ તમારી જિંદગીમાં નહીં વધારી શકે જ્યાં સુધી તમે નહીં ઈચ્છો.
તમને કોઈ નિષ્ફળ નહીં બનાવી શકે જ્યાં સુધી તમે નહીં ઈચ્છો.
તમે જ તમને પોતાને હરાવી શકશો.
તો બસ મિત્રો... પોતાને કે કોઈને પણ જજ ન કરો... સાદી સરળ જિંદગી વિતાવો.
આપના સવાલો મારા લખાણના પ્રાણ છે.. એને સતત મારા સુધી પહોંચાડતા રહો...
શોપિઝન દ્વારા કે પછી અહીં કોમેન્ટ દ્વારા.
મારા ઈન્સ્ટા આઈ ડી પર પણ મેસેજ કરી શકો છો..
@_solution.guru_
આમ જ આ કોલમ નિયમિત દર શનિવારે અને રવિવારે વાંચતા રહો અને આપનાં સવાલો અને પ્રતિભાવો અમારા સુધી પહોંચાડતા રહો..
આપના સવાલો માટે આતુર...
પૂજા ત્રિવેદી રાવલ
'સ્મિત'
©
અમદાવાદ, ગુજરાત