ઊભી રે ઓ છોકરી…
ક્યાં દોટ મૂકે છે હવે તું નાની નથી …
મોટી થઈ ગઈ છે મર્યાદા અને જવાબદારી નું ધ્યાન રાખતા શીખ.
આ શબ્દો છે એક ગામડાની યુવાન છોકરી ની માં ના કે જે એમની યુવાન અવસ્થામાં આવાજ શબ્દો એમની માતા પાસે થી સાંભળી ને આવિયા હસે.
બવ ના વિચારશો આપણી આજુબાજુ કે આપણા ઘર માંજ આપણે પણ આવા શિખામણ રૂપી શબ્દો સાંભળીયે છે.
સાથે સાથે
“એય ઉભીરે તારો દુપટ્ટો સરખો કર”
“આ સાંજ પડી પણ હજુ સુધી આપડી ઢીંગલી ના આવી દરરોજ તો ૩-૪ વાગ્યા સુધી આવી જતી આજે કેમ ના દેખાઈ, જોજો હો ધ્યાન રાખજો આજકાલ જમાનો ખુબ બદલાય ગયો છે લોકો ખરાબ છે ધ્યાન રાખજો.”
આ જોવો ને પેલા ની છોકરી કે છોકરો પોતાના માં- બાપ નું પણ ના જોયું.
આવા શબ્દો સાંભળી ને શું એ લોકો એ “લોકો” માં નહિ આવતા એ બતાવવા માગે છે
બસ મિત્રો આજે આટલા શબ્દો મુકી એક જ વાત કરવી છે કે ક્યાંક જમાનો બદલાયો છે અને લોકો પણ બદલાયા છે એ વાત સાથે આપણી નજર પણ ક્યાંકને ક્યાંક બદલાઈ છે આપણી નજર મા આપડા સંતાનો પ્રત્યે આપડો એટલો વિશ્વાસ સ્થાપિત કરી શકીએ કે એ એના મન માં રમતી વાત બેજીજક કહી શકે. એટલી સાચી નજર આપની પણ રાખીએ.
આશા છે આપને આ નાનકડી પણ સત્ય વાત ગમી હસે અને વિચારી એને અપનાવવા પ્રયત્ન પણ કરસો…