• 25 September 2020

    થોડામાં ઘણું- ચેકમેટ

    કિશન પંડયા - અક્ષય વાણીયા

    5 159

    થોડામાં ઘણું, કિશનની સાથે 39



    આજે આપણી સાથે યુવાલેખક તેમજ જેમની વાર્તા હાસ્યવાર્તા સ્પર્ધામાં વિજેતાલિસ્ટમાં સામેલ થયેલી છે તે એટલે કે સાહિત્યની દુનિયાના અક્ષયકુમાર ઉર્ફે અક્ષયભાઈ વાણીયા છે. તેઓ તેમની નવલકથા "ચેકમેટ"ના સર્જન અંગે આપણને માહિતી આપશે.



    1. ચેકમેટ નવલકથાના વિચારબીજ અંગે માહિતી.

    વિચારબીજ અંગે જણાવું તો કોઈ પણ વાર્તા લખતા પહેલા હું એક જ વસ્તુ વિચારું છું કે શું આ વાર્તામાંથી હું વાંચકોને કોઈ નવીન વસ્તુ આપી શકીશ? બસ આ એક સિદ્ધાંત પર મારી દરેક વાર્તા લખાય છે.

    ચેકમેટ દ્વારા હું વાંચકોને એક સારી રહસ્યમય વાત આપવા માંગતો હતો કે જેમાં તે પોતાનો પણ સમાવેશ કરે અને વિચારે આ વાર્તાના દરેક પાસા વિશે કે શું આ શક્ય છે? જો હા તો કંઇ રીતે અન ના તો કેમ નહિ?

    બસ વાંચકોનો વાર્તા સાથે આ સંબંધ મેળવવા માટે ચેકમેટ લખાઈ.


    2. એ વિચારબીજને અમલમાં લાવવા માટે કરવી પડેલી પૂર્વતૈયારી.


    સાચું કહું તો ૭૦ થી ૮૦% સમય મે વાર્તાની પૂર્વ તૈયારીમાં આપ્યો હતો ઉપરાંત મને આ સ્પર્ધાની જાણ પણ ઘણા ઓછા સમયમાં થઈ હતી પરંતુ સચવાઈ ગયું. અબ્રાહમ લિંકનની વાત છે કે જો મને કોઈ ૮ કલાકમાં કુહાડી વડે વૃક્ષ કાપવાનું કહે તો ૬ કલાક હું મારી કુહાડીની ધાર કાઢું.

    બસ આ અનુસરતાં મે મારી વાર્તાનો સમગ્ર પ્લોટ, રૂપરેખા તૈયાર કરવામાં વધુ સમય આપ્યો. વાર્તામાં બને તેટલા ટ્વીસ્ટ અને ટર્ન વિચારી શકાય છે પરંતુ ખરી મહેનતનું કામ છે આ દરેક સુંદર રીતે ઘડેલ કડીઓને સાથે જોડવાનું, એક સસ્પેન્સ વાર્તા હોવાના કારણે હું વાચકને બને તેટલા અંધારામાં રાખવા માંગતો હતો જેથી જ્યારે તેને સત્યની જાણ થાય ત્યારે તે ક્ષણે તે રોમાંચ અનુભવે, જેમાં હું મહદઅંશે સફળ પણ નીવડ્યો.


    3. ક્રાઈમ,જાસૂસી,અને વિજ્ઞાનના પ્લોટ સાથે જાદુના પ્લોટનું કોમ્બિનેશન કરવામાં થોડું અલગ ન લાગ્યું?


    અલગ તો લાગ્યું પરંતુ કે વસ્તુ અલગ લાગે તો જ તેની તરફ તો લોકોનું ધ્યાન ખેંચી શકાય.બીજી વાત એ કે બધા લેખક જો એક સરખું જ લખાણ લખે(વાર્તાનો પ્રકાર) અને કોઈ નવી વસ્તુનો પ્રયાસ પણ ના થાય તો તે વાચકોને નિરાશ કર્યા જેવું જ થયું કેમ કે તે એકના એક પ્રકારની વસ્તુ કેટલી વાર વાંચે!માટે આ પ્રયોગ કરવો જરૂરી જણાયો. જાદુ એક પ્રકારનો મસાલો છે જે વાર્તાને સુધારી પણ શકે અને બગાડી પણ શકે, તેનો ઉપયોગ કઈ રીતે થાય તે મહત્વનું છે અને એક રીતે આ વાર્તામાં રહેલ જાદુઈ તત્વ વાચકોને જાદુ - મંતર જેવું નહિ લાગે કારણ તેમાં પણ નવીનતા તેમને મળી રહેશે.


    4. ચેકમેટ નવલકથાના પાત્રો અંગે ટૂંકમાં પરિચય.


    નવલકથા હોય કે ચલચિત્ર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર નાયક પાત્રનું નિરુપણ બને છે. આ નવલકથામાં કેપ્ટન રોમી મુખ્ય નાયક છે. તે એક કાબેલ પોલીસ ઓફિસર છે જેને તેનાથી માથાભારે વ્યક્તિઓનો સામનો કરવો પડે છે કેટલીય વાર તો તેની પરિસ્થતિ દયનીય પણ જણાશે પરંતુ એ હીરો જ શું જે ઘસાયા વિના જ પોતાનું રૂપ ધારણ કરે? અને બીજું મુખ્ય પાત્ર છે ગ્રાન્ડ માસ્ટર જેના વિશે જાણવા તમારે આ નવલકથા વાંચવી પડશે. અન્ય ગૌણ પાત્ર પણ આ નવલકથામાં રહેલા છે જેમનો સાથ તમને સૌને પસંદ આવશે.



    5. નવલકથા વડે આપવામાં આવેલ સંદેશ અંગે માહિતી.


    આપણા જીવનની દરેક દરેક ક્ષણમાં ઉત્ક્રાંતિ રહેલી છે જે અવનવી ઘટનાઓ/અનુભવો દ્વારા આપણે મેળવી જીવનને વધુ સુંદર બનાવીએ છીએ. આ વાર્તાનો મુખ્ય અને સૌથી અગત્યનો સંદેશ હું એ જ જણાવીશ કે તમે ગમે તેટલા ઉમદા વ્યક્તિ હોય,દરેક પ્રકારની પરિક્ષામાં અવવલ આવતા હોય પરંતુ ક્યારેય પણ પોતાને સૌથી શ્રેષ્ઠ ન માનવા. કેટલાય કહે છે કે આ વ્યક્તિ "આઇ એમ સમથીંગ" જેવી પર્સનાલિટી માં જીવે છે જોકે તેમાં કંઇ પણ ખોટું નથી તમે સારા છો તેનો તમને ગર્વ હોવો જ જોઈએ પરંતુ તેનું ઘમંડ જ્યારે થાય ત્યારે પોતાનાથી શ્રેષ્ઠ નો ભેટો થાય થાય અને થાય જ. અન્ય કેટલાય ગૌણ અને અગત્યના સંદેશ આ વાર્તામાં છુપાયેલ છે જે હું વાચકોની સમજશક્તિ પર છોડી દઉં છું.


    6. રેડટાઉન અને ગ્રીનટાઉન જેવા સિમ્બોલિક નામનો ઉપયોગ કરવાનો વિચાર કઈ રીતે આવ્યો?


    જીવનમાં રંગોનું વિશેષ મહત્વ રહેલું છે. એક શહેરની ખાસિયત દર્શાવવા જો હું રંગોનો ઉપયોગ કરી શકું તો તેથી રૂડું શું? કોઈએ કહ્યું છે "સિમ્બોલ સેયસ ઓલ" જેમ અહીંયા રેડ ટાઉન શબ્દનો ઉપયોગ થયો પ્રથમ વાર વાંચનાર વ્યક્તિ પણ તે શહેર વિશે અંદાજ લગાવી શકશે પછી ભલેને તેણે આ નવલકથા વાંચી પણ ન હોય. ઉપરાંત આ નવલકથામાં હિંસા અને અહિંસા બંને પાસા દર્શાવ્યા છે જે રેડ અને ગીન કલર સાથે સંપૂર્ણ પણે ભળી જાય છે. આટલા બધા કારણ એક પછી એક મનમાં સ્ફૂર્તા ગયા અને અંતે નામ પાડી ગયા ગ્રીન ટાઉન અને રેડ ટાઉન. જોકે એક રીતે એમાં સમય અને મગજનો પણ બચાવ થયો. એક લેખક તરીકે સામનો કરવી પડતી મુશ્કેલીઓ પૈકીની એક મુશ્કેલી છે નામની. તેથી અસરકારક અને યાદ રહી જાય તેવા નામ મળતા બીજો કોઈ વિચાર કર્યા સિવાય નામકરણ કરી દેવામાં આવ્યું.



    7. નવલકથા સાથે જોડાયેલી અન્ય બાબત જે તમે કહેવા માંગતા હોય.


    આમ તો ઘણી બાબતો છે જો કહેવા બેસું તો ઘણો સમય જાય તેટલા સમયમાં નવલકથા આખી વંચાઈ જાય. જોક્સ એપાર્ટ, આ નવલકથામાં એક વાચકને જે કંઈ પણ મળશે તે તદ્દન નવીન પ્રકારનું હશે આ કોઈ નોર્મલ રહસ્ય વળી ક્રાઇમ સસ્પેન્સ નોવેલ નથી. હા, તેનો જ એક પ્રકાર જરૂર છે પરંતુ એવો પ્રકાર કે જેમાં એક વાચક પોતે પણ જાસૂસી કરવા મજબૂર બની જશે કેમ કે તેમને એક એવું રહસ્ય છેલ્લે મળશે કે જેનો તે સપનામાં પણ અંદાજો ના લગાવી શકે. સમય લાગશે પરંતુ મજા ચોક્કસ આવશે.





    કિશન પંડયા


Your Rating
blank-star-rating
Trupti sosa (ગઝલ સાથી) - (21 October 2020) 5
very nice

0 0

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (25 September 2020) 5
nicely defined

2 0

Akash Vaniya - (25 September 2020) 5

2 0

આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (25 September 2020) 5
ખૂબ સરસ ઇન્ટરવ્યૂ

1 0

Surprises of God Expérience them - (25 September 2020) 5
very honest answers, no hypocrisy...

2 0

Akshay Vaniya - (25 September 2020) 5
It was a pleasure to communicate with you.😇

1 1