પ્રાણ પાથર્યા છે પાદરે પાદરે એવી
તમને એની કિર્તી દેખાડું...
હજી શુરવીરતા નાં સત્ ચમકે છે
આવો પાળિયે પાળિયે એનો પ્રતાપ દેખાડું...
એક અવાજે અનેક ઉભા યોધ્ધાઓ
આવો એવાં અનેક ઉભા રણમેદાન દેખાડું...
હજી કળયુગે વાગશે જો બુગીયો ઢોલ
તો એ શુરવીરોની સિહોરી તલવાર દેખાડું...
હજી સતીયુના સત્ ધોવાણા નથી મોતના માંડવે
આવશે દોડીને વીર પાછળ સતીની ચીતાઓ દેખાડું...
જેની જનેતાએ ઘુટડે ઘુટડે પાયો કસુંબીનો રંગ
"જયંતિ" જડશે નહીં જગમાં તેની જનેતાનો જુસ્સો દેખાડું...
✍️: રચના&ટાઈપીંગ કણબી ની કટારી એથી
(જયંતિ પટેલ)