કારણ વગર ની વાતનું એકાદ કારણ પણ હશે,
માનવ બન્યો છે તો કરજમાં માનું ધાવણ હશે.
એવાં રણસંગ્રામે હજી લોહી છાંટણા પડ્યાં હશે
વારે ચડતાં ધડ પડ્યું તે'દી ગાયો ચોધાર રો'યુ હશે
કેવાં હશે યુધ્ધો જેના પાળિયા આજે ઉભા હશે
માથા વગરનાં ધડ લડે નક્કી કોઈ ચારણ હશે.
ઈતિહાસો લખવા તલવાર ની કલમ લીધી હશે
બેનીએ સામે પગલે ઓવારણાં તે'દી લીધાં હશે
ઉજળી કરી જનેતાની કુખ કેવાં ઈ માણા હશે
"જયંતિ" કહે જોય દુઃખ બીજાનું પોતાનાને તે ભુલ્યા હશે
✍️: રચના&ટાઈપીંગ કણબી ની કટારી એથી
(જયંતિ પટેલ)