શુરવીર મારો રોજી ઘોડી નો અશ્વાર છે,
એક હાથે માળા અને બીજા હાથે તલવાર છે!!!
ધર્મ માટે ખપી જાવું એવું તો એનું ગુમાન છે,
પાઘડી નાં છેડે મોત કેરું અભિમાન છે!!!
પાછાં ભરે પગ તો તો જનેતા નું દુધ લાજે,
કર્જ ચુકવવા આખું જીવન એના કાજે છે!!!
ભવાની જેને તિલક કરે તે સિદુરે થપાય છે,
ધરતી જેને ધરપત આપે તે ધર્મ વીર છે!!!
હોકો પીતા હતાં ઈ પાદરે ભાઈબંધો સંગાથ છે,
આજે ખોડાણા હારે પથ્થરમાં ઈ પાળિયા છે!!!
ઈ સમરાંગણની પાળે શુરવીરો ની જમાત છે,
એવાં નરબંકાઓનો કંઈક જુગનો ઈતિહાસ છે!!!
પાળિયાઓની અહીં ઝાડવે ઝાડવે ઈ વાત છે,
ધરતી માથે ધડ લડે આવી તો ઉજળી ભાત છે!!!
"જયંતિ" કહે પડતા ને ઉભાં કરે ઈ આ પાળિયા છે,
કકળી ઉઠ્યું હ્રદય જ્યારે રજડતા આ પાળિયા છે!!!
✍️: રચના&ટાઈપીંગ કણબી ની કટારી એથી
(જયંતિ પટેલ)
(તસવીર પ્રતિકાત્મક છે.)