સંબધોમાં ઝગડા, સંઘર્ષ, સતત તણાવ ગ્રસ્ત રહ્યાં પછી દરેક માણસ સ્વાભાવિક રીતે શાંતિ ઈચ્છે છે. અમુક લોકો જિંદગી ને એટલા મોકા આપે અને એટલી સહન શીલતા દાખવે કે સામે વાળો માણસ પોતાના જ મંતવ્યો, મરજી અને અભિપ્રાય થોપી બેસાડે, આમાં વાંક આપણો જ હોય છે.
દરેકે માત્ર એ સમજવુ જરૂરી છે કે જીવવા ખાતર નહીં પણ જિંદગી માણવા માટે હોય છે.
જોખમ ખેડીને એકાદ યુ ટર્ન જીવનમાં બદલાવ લાવી શકે છે.
અને જોખમ ખેડતા આપણને કોણ રોકે છે? કદાચ આપણે ખુદ જ.
હા... દરેક માણસ એક ભય સાથે જીવે છે. એ દુઃખને નોતરશે પણ જોખમ ને નહીં.
અમુક વાર તોફાન સારાં માટે આવતાં હોય છે, અમુકવાર હિંમત બતાવવાથી કે જોખમ ઉઠાવી લેવાથી પરિસ્થિતિને વધારે સારી રીતે કેળવી શકાય છે.... પણ આપણને તો જેવાં છીએ, તેવા જ રહેવું છે, લોકો શું કહેશે? નામોશી આવશે, કેવું લાગશે? વગેરે વગેરે....
દુનિયામાં આવેલ દરેક જ્ણ દર સેકન્ડે એજ વિચારતો હશે કે લોકો શું કહેશે?
આપણી દુરદશાનું કારણ આપણે પોતે જ હોઈએ છીએ. આપણી પરવાનગી વગર આપણને કોઈ દુઃખ પહોંચાડી જ ના શકે.
આપણે જ આપણી પરિસ્થિતિના ગુલામ બની જઈએ છીએ. હા આપણી પોતાની જ માનસિકતાના ગુલામ.
સાહસ ના ઉઠાવવાની આપણી નબળી વિચાર શક્તિ.
જીવનમાં આપણે હિંમત ના દાખવી શકવાના કારણે કેટલીય ખુશીઓ ગુમાવતા જઈએ છીએ.
સમજી લો કે વધારે માં વધારે શું થશે યાર?
નિર્ણય તમારે કરવાનો છે-જીવનમાં તમારે શું જોઈએ છે.
જે ના ગમતું હોય એને જળ મૂડથી ઉખાડી નાખો, શું કામ એવા ફળ ની અપેક્ષા રાખો છો કે કંઈક ઉગી નીકળશે, મરજી વગરના ફળ ફળ નથી હોતા.
આપણું પ્રિય મનગમતું આપણે પોતે જ હોવું જોઈએ.આ વાસ્તવિકતા સ્વીકારવી રહી.
શું કામ કોઈકની મરજી, ગમો-અણગમો અપનાવી લેવાનો પોતાને હોમી ને.
પ્રયત્ન કરવો જોઈએ મધુરતા જાળવાય બન્ને પક્ષે, પણ સામે વાળાનું ગુલામ બની ને નહીં.
કંઈક કહીશ તો ખોટું લાગી જશે, નહીં ગમે અથવા સંબધ બગડશે, ઘૂતકારશે એ ભયમાં જ બધાં રહેતા હોય છે, ભયનું વિરોધી હિંમત છે, આપણે ભયભીત જેટલાં એટલું જ સામે વાળાની હિંમત બમણી થતી જાય છે.
વધુ ગૂંગળાયા વગર ભયભીત થયાં વગર મોડું કર્યા કરતાં નિર્ણય લઈને ભય દુર કરીને જીવનને માણી લેવું જોઈએ.
એક પ્રખ્યાત માણસ એની મીડિયાની કારકિર્દીમાં એટલો આગળ છે પણ એ એનાં પત્નિના શંકાશીલ સ્વભાવના કારણે એ રોજ એનાં રોષ, ચીડ, ખીજ, મનદુઃખ નો શિકાર બનતો.પેલીએ ક્યારેય પ્રયત્ન ના કર્યા કે એનાં મનની વાત એની લાગણીઓને એનાં શોખને એ સમજી શકે.
રોજ રોજના કલેશ, સંઘર્ષ ને ઝગડા ને સમાવવા માટે એકબીજા પ્રત્યે આક્ષેપ થતાં માત્ર.બન્ને માંથી કોઈ તિલાંજલી આપવા તૈયાર નહોતા.
સતત બેચેની એમના વ્યવહાર એમના વર્તનમાં દેખાતી, બન્ને ને પોતે સાચા લગતા. ઊશ્કેરાટ ભર્યા ઝગડા પછી બન્ને શાંતિનું જીવન ઈચ્છતા. પણ પ્રયત્ન નહીં.
દાંમ્પત્ય જીવનમાં મોટા ભાગે બન્નેનું વ્યક્તિત્વ એકદમ જુદા જ પ્રકારનું જ હોય છે. શું કામ કોઈ એક કોઈ એ એક ને પોતાના વિચારો માં ઢાળવા ચાહે છે.શું કામ સરસ જીવનને પોતાના વિરુદ્ધ સ્વભાવે વ્યવહાર કરવાનું વિચારે છે. બન્નેની ટેવ, શોખ જુદા હોય છે, શું જેવાં છે તેવા મન મરજી થી ચાહી ના શકીએ. કામ વગરની દાખલગિરી વગર.
સંબધોમાં જો નિખાલસતા, મરજી અને પારદર્શિતા હોય તો કશું જ નડતર રૂપ નથી હોતું.
પણ અહીં તો માણસ જ એકબીજાને નડતર રૂપ નીવડે છે.
ચાલો મન મરજીથી જીવી લઈએ, ભય વગર જીવનને માણી લઈએ.
પારુલ અમીત"પંખુડી"