“પડકાર - ૨” ટૂંકીવાર્તા સ્પર્ધા ( 12 February 2024 To 15 March 2024 )



“પડકાર - ૨”  ટૂંકીવાર્તા સ્પર્ધા

“પડકાર - ૨” ટૂંકીવાર્તા સ્પર્ધા પરિણામ :

# ૧. કપોળકલ્પિત પરિણામ :

* પ્રથમ ક્રમે વિજેતા :

અગસ્ત્ય - જ્યોતિન્દ્ર મહેતા

* દ્વિતિય ક્રમે વિજેતા :

જડબાતોડ - તાબડતોબ - Rupesh dalal

* તૃતીય ક્રમે વિજેતા :

કાળો ધોળો પથ્થર - अनला बापट

* ચતુર્થ ક્રમે વિજેતા :

એક અખંડ રહસ્ય... - કરામતી કલમ..

ઝાંઝર - The 3rd One

# ૨. બીભત્સ અને ક્રૂર પરિણામ :

* પ્રથમ ક્રમે વિજેતા :

નોનવેજીટેરિયન - Rupesh dalal

મુક્તિ - સુષમા શેઠ

* દ્વિતિય ક્રમે વિજેતા :

અસુંદર - હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ"

* તૃતીય ક્રમે વિજેતા :

આ જ દોજખ છે - ગિરીશ મેઘાણી

* ચતુર્થ ક્રમે વિજેતા :

અસલી સુંદરતા - Bharti Dave

# ૩. રહસ્ય-રોમાંચ પરિણામ :

* પ્રથમ ક્રમે વિજેતા :

શશશશ...આજની રાત - heena dave

* દ્વિતિય ક્રમે વિજેતા :

ઘોંઘાટ ભરી ખામોશી - Rupesh dalal

* તૃતીય ક્રમે વિજેતા :

કોણ હતો એ? - Bharat Chaklasiya

* ચતુર્થ ક્રમે વિજેતા :

હોટલ વેલકમ - Kanubhai Thakkar

શોપિક્રિએટીવ હેડ મનહર ઓઝા આપનાં માટે ફરીથી લાવ્યા છે એક પડકાર. જી હા, એમની પડકાર સીરીઝની બીજી આવૃત્તિ.

નીચે જણાવેલાં કોઈપણ એક વિષય પર મૌલિક વાર્તા લખવાની રહેશે. 
૧. કપોળકલ્પિત 
- કાલ્પનિક અગોચર સૃષ્ટિ, પાત્ર કે કથાવસ્તુ લઈને વાર્તા લખવી. એવાં પાત્રો કે જેનું આ દુનિયામાં અસ્તિત્વ ન હોય. 
વાર્તાનો પ્લોટ- એક જંગલમાં એવું ઝાડ છે જે બીજાં ઝાડ કરતાં અલગ પ્રકારનું છે. જે વ્યક્તિ તેનાં પાંદડાં ખાય છે તેની યાદશક્તિ ચાલી જાય છે અને તેનાં ફળ ખાવાથી તેને પૂર્વ જન્મ યાદ આવી જાય છે. એક છોકરો આ ઝાડનાં પાંદડાં ખાય છે અને એક છોકરી તેનું ફળ ખાય છે.  
૨. બીભત્સ અને ક્રૂર 
- વાંચનારને ચીતરી ચઢે અને ક્રૂર હોય તેવાં પાત્રો અને કથાવસ્તુ લઈને વાર્તા લખવી. 
વાર્તાનો પ્લોટ- એક સ્ત્રીને એવો રોગ થયો હોય છે જેના લીધે તેની ચામડી, વાળ, દાંત, જીભ, નાક, કાન વગેરે અંગો લાંબા થતાં જાય છે. શરીર પર નાની ફોડકીઓ થાય છે ને તેમાંથી કાળું અને જાંબલી રંગનું પ્રવાહી નીકળે છે. તેનાં શરીરમાંથી અસહ્ય વાસ આવે છે. 
૩. રહસ્ય-રોમાંચ 
- વાર્તામાં ઘટના અને પાત્રોની આંટીઘૂંટી હોય અને તે રોમાંચક હોય તેવી વાર્તા લખવી.
વાર્તાનો પ્લોટ- ચાર મિત્રો એક અંધારી રાત્રે કાર લઈને જંગલમાંથી પસાર થતાં હોય છે. લઘુશંકા કરવા માટે તેઓ કાર ઊભી રાખે છે અને પછી આગળ જતાં હોય છે. તેમને ખબર પડે છે કે, તેમનો એક મિત્ર ગુમ છે. તેઓ તેને શોધવા કાર પાછી વાળે છે.

ઉપર આપેલા પ્લોટ્સ માત્ર દિશાનિર્દેશ માટે જ છે, આપ વિષય અનુસાર પ્લોટ બનાવીને વાર્તા લખી શકો છો.
ખાસ નોંધ - વાર્તાની શરૂઆત કરતા પહેલા આપે વિષય - ૧, ૨, કે ૩ પસંદ કર્યો હોય તેનું નામ લખવું જરૂરી છે.

નિયમો :

1. શોપિ ટૂંકીવાર્તા સ્પર્ધા તારીખ 12/02/2024 થી શરૂ થશે અને તારીખ 15/03/2024 મધરાત્રે ૧૨ વાગ્યે પૂરી થશે. 
2. શોપિઝન સ્પર્ધા તમામ લેખકો માટે ખુલ્લી છે પણ શોપિઝન અને સફારી ઇન્ફોસોફ્ટના કર્મચારીઓ અને એમના ફેમીલી મેમ્બર્સ આમાં ભાગ લઈ શકશે નહીં.
3. શોપિઝન સ્પર્ધામાં આપ માત્ર અને માત્ર શોપિઝન માટે લખાયેલી કૃતિઓ (શોપિઝન એક્સક્લુસિવ) જ મૂકી શકશો.
4. કોઈ પણ પ્લેટફોર્મ કે અન્ય માધ્યમમાં અગાઉથી પ્રકાશિત રચનાઓ માન્ય ગણાશે નહીં. જો આપની કૃતિ અન્ય જગ્યાએ પ્રકાશિત થયેલી જણાશે તો એ આપોઆપ રદબાતલ ગણાશે. 
5. કોઈ પણ જાતની નકલ અથવા તો ઉઠાંતરી કરેલી રચનાઓ અયોગ્ય ઠરશે (આ કાનૂની અપરાધ છે) અને જો કોઈ આ નિયમ તોડશે તો એમના પર કાનૂની પગલાં લેવામાં આવશે. અમદાવાદ (ગુજરાત) જૂરિસ્ડિક્શનમાં એની કાર્યવાહી થશે.
6. એક વ્યક્તિ વધુમાં વધુ ૫ (પાંચ) રચનાઓ સબમિટ કરી શકશે. (અન્ય જગ્યાએ એ પ્રકાશિત થયેલી હોવી જોઈએ નહીં.) 
7. આપની વાર્તા ઓછામાં ઓછા ૧૫૦૦ અને વધુમાં વધુ ૩૦૦૦ શબ્દોની હોવી જરૂરી છે.
8. સ્પર્ધામાં આવેલી રચનાઓ અન્ય કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ પર મૂકી શકાશે નહીં. ઉપરાંત, વિજેતા કૃતિઓના પ્રિન્ટ પ્રકાશનના હક શોપિઝન પાસે રહેશે. વિજેતા કૃતિઓ અન્ય કોઈ પ્રિન્ટ માધ્યમમાં પ્રકાશિત કરવા નહીં મોકલી શકાય. શોપિઝન દ્વારા એનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવશે. (એ માટે કૃતિઓમાં જોડણી-વ્યાકરણના દોષો ન હોય એ જરૂરી છે.) 
9. શોપિઝનમાં કોઈપણ જાતની ધાર્મિક ઉશ્કેરણી કરવી કે અપશબ્દો લખવા કે અયોગ્ય/અશ્લીલ પ્રકારનું સાહિત્ય લખવાની મનાઈ છે. આપણા દેશના નેતાઓ અને અન્ય મહાનુભાવો વિષે અયોગ્ય લખવા પર પણ પ્રતિબંધ છે.
10. પુરસ્કારની રાશી માત્ર ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયાના જ બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. એ સિવાયના દેશોમાંથી ભાગ લીધેલા અને વિજેતા બનેલા લેખકોનું ઉપરોક્ત ત્રણ દેશમાંથી એક દેશમાં એકાઉન્ટ હોવું જરૂરી છે.
11. કૃતિ મૌલિક હોવી જોઈએ. ભાષાકીય મર્યાદા સમજીને આપ રચના પ્રકાશિત કરશો. આ અંગેની સઘળી જવાબદારી રચનાકારની રહેશે.
12. નિર્ણાયકો પરિણામની તારીખ આપશે એટલે જાહેર કરવામાં આવશે. વિજેતાઓને શોપિઝન માન્ય પેનલ દ્વારા જાહેર કરવામાં આવશે અને એ અંગે કોઈ વિવાદ નહીં ચલાવી લેવાય. પેનલનો નિર્ણય આખરી રહેશે. જો કોઈને એ વિષે ફરિયાદ હોય તો એ શોપિઝન કેરમાં ફોન કરીને કે ઇમેલ કરીને નોંધાવી શકે છે.
13. શોપિઝન આપને ખાતરી આપે છે કે આ સ્પર્ધા એકદમ નિષ્પક્ષ રીતે યોજાશે અને ગુણવત્તા સભર રચનાઓને જ પ્રાધ્યાન્ય આપવામાં આવશે. આમાં કોઈ પણ જાતનો ભેદભાવ કરવામાં આવશે નહીં. શોપિઝન આપને એ પણ ખાતરી આપે છે કે એક વાર સ્પર્ધાના વિજેતા જાહેર થઈ જાય એટલે 30 દિવસની અંદર આપના બેંક એકાઉન્ટમાં આપનો પુરસ્કાર જમા થઈ જશે. 
14. જો સ્પર્ધા અંગે કોઈ પણ વિવાદ થાય તો એનું જૂરિસ્ડિક્શન અમદાવાદ (ગુજરાત) કોર્ટ રહેશે.

પુરસ્કારની માહિતી :
પ્રથમ પુરસ્કાર - ૧૦૦૦/- 
દ્વિતીય પુરસ્કાર - ૫૦૦/- 
ત્રીજો પુરસ્કાર – ૨૫૦/-
આપને જો કોઈ સુચન હોય તો અમારા ઈમેલ આઈડી પર આપ મોકલી શકો છો.
support@shopizen.in
7226067609



“પડકાર - ૨” ટૂંકીવાર્તા સ્પર્ધા Books