થોડા દિવસો પહેલા હજનાળી ગામની મુલાકાત લેવાનું થયું. આ ગામની એક દેરી એટલે રહસ્યમય પુરાણી દેરી. એની સાથે સંકળાયેલ સત્ય ઘટના પર આધારિત કહાની પ્રિત પટેલે રજુ કરી હતી. જે થોડાજ સમયમાં વાચકોને ખૂબ પસંદ આવી હતી. આ સ્થળની મુલાકાત મારા માટે પણ યાદગાર રહી. વર્ષો પહેલા ગામનું વર્ણન પ્રિત પટેલે કરેલું, એ અત્યારે પણ આબેહુબ જેવું લાગે છે. વધારે તો એમની રચના વાંચશો એટલે જાતે જ ખબર પડી જશે... ટૂંક સમયમાં આ રચના શોપિઝનમાં આવશે.