Arbaaz Mogal - (17 August 2021)આજથી પાંચ વર્ષ પહેલાં હું ગયેલો હતો, દરગાહની આજુ બાજુ જંગલ, પાછળ નદી અને જમીનમાંથી નીકળતા ઝરણાનું પાણી, અનાવલથી મહુવાવાળા રોડ ઉપર આવે છે.
હિમાચલ પ્રદેશમાં આવેલું આ કોઈ દેવદારનું વૃક્ષ નથી. આ વર્ટિકલ નહિ, હોરીઝન્ટલ ઇમેજ છે! નવસારીથી 40 કિમિ.ના અંતરે આવેલ કુમકોતર સ્થિત 'બાબા જોરાવર પીર દરગાહ' એક એવું સ્થળ છે જ્યાં પ્રાકૃતિક તથા આધ્યાત્મિક સંવેદનોનું મિલન થાય છે. દરગાહને અડીને આવેલા સાગના જંગલમાંથી વહેતી એક નદીનાં કિનારાનું સૂર્યાસ્ત સમયનું (Dusk) આ દ્રશ્ય છે. નદીનાં કિનારે ઉગેલી ઝંખરીઓનું પાણીમાં પડતું પ્રતિબિંબ એક 3D ઇમેજ ઉપસાવે છે!