આ દુનિયામાં જો સફળતા પ્રાપ્ત કરવી હોય તો તેની સૌથી મોટી સીડી એ વિશ્વાસ છે. મારા ઘરે થોડાક દિવસોથી એક બિલાડી રોજ સવારે અને સાંજે આવી જાય દુધ પીવા.
થોડા દિવસો સુધી તો મને આમાં કંઈ નવાઈ લાગી નહીં પરંતુ મારો મુખ્ય વિષય સાયકોલોજી છે તેથી મેં તેના વર્તનમાં ધ્યાન આપ્યું. જ્યારે તે સૌ પ્રથમ વખત આવી તો જેવું તેની સામે દુધ મુક્યું તો તે અમારા દુર જવાની રાહ જોઈ રહી હતી આવું બે-ત્રણ દિવસ સુધી રહ્યું ત્યારબાદ અમે તેની નજીક જઈએ તો પણ તે કંઈ કરતી નહીં અને શાંતિથી દુધ પીને જતી રે.
આજ તો વિશ્વાસની સાયકોલોજી છે.