‘પર્દાનશી’ વાર્તા બે વિધર્મી પ્રેમીઓની વાર્તા છે. ફેસબુક ઉપર અનાયાસે મળી ગયેલાં મહેતાબ અને સંયમ એકબીજા પ્રત્યે આકર્ષાય છે. બંને એક બીજાને પસંદ કરે છે. અને એક દિવસ સંયમ મહેતાબને મળવા જાય છે. આ એક રહસ્યમય લવ સ્ટોરી છે. જેનું ખૂબ જ મહેનત કરીને વાચીકમ તૈયાર કરવામાં આવ્યું છે. મનહર ઓઝા, પ્રિયંકા જોશી અને તન્મય તિમિરે આ વાચીકમમાં તેમનો સ્વર આપ્યો છે.