"તને ખબર ન પડે. " - થી શરૂ થતી આ સફર આત્મવિશ્વાસનાં શિખર સુધી લઈ જાય છે. સંકિર્ણ દ્રષ્ટિકોણના ચશ્મા ઉતારી આ વાર્તા સાસુ-વહુના સંબંધને જોવાની સકારાત્મકતા સૂચવે છે. ઈન્દુબેનના જીવનની ઝરમર આંખો ભીંજવે છે તો કૃતિકાની કટિબદ્ધતા મનમાં અનેરો જુસ્સો પ્રગટાવે છે.
ઈન્દુબેન, સુભાષભાઈ, કૃતિકા અને અનિકેત વચ્ચેનાં ભાતીગળ સંબંધોની સુંદર મજાની ભાત એટલે વાર્તા "ધાગે".