શુભમ્ ભવતુ સ✍️ મારી કલમ વિશે...
શબ્દો મારા માટે માત્ર શબ્દો નથી,
એ તો મનમાં ધરબાયેલી લાગણીઓનો અવાજ છે.
ક્યારેક ગઝલ બનીને દિલને સ્પર્શે છે,
ક્યારેક વાર્તા બનીને જીવનના કોઈ ખૂણે લઈ જાય છે,
તો ક્યારેક બે પંક્તિઓમાં આખી લાગણી કહી જાય છે.
હું લખું છું પ્રેમ, વિરહ, સંબંધો, સ્ત્રીનું સ્વમાન,...More
શુભમ્ ભવતુ સ✍️ મારી કલમ વિશે...
શબ્દો મારા માટે માત્ર શબ્દો નથી,
એ તો મનમાં ધરબાયેલી લાગણીઓનો અવાજ છે.
ક્યારેક ગઝલ બનીને દિલને સ્પર્શે છે,
ક્યારેક વાર્તા બનીને જીવનના કોઈ ખૂણે લઈ જાય છે,
તો ક્યારેક બે પંક્તિઓમાં આખી લાગણી કહી જાય છે.
હું લખું છું પ્રેમ, વિરહ, સંબંધો, સ્ત્રીનું સ્વમાન, જીવનના વળાંકો અને મનને સ્પર્શી જાય એવી વાતો.
મારી દરેક રચનામાં મારા શબ્દો કરતાં વધારે એક લાગણી છુપાયેલી હોય છે...
જો મારા શબ્દોમાં તમને તમારી કોઈ લાગણી દેખાય,
તો સમજજો કે મારી કલમ સુધી તમારી લાગણી પણ પહોંચી ગઈ.
❤️
— જ્યોતિ ચાવડા ‘જ્યોત’ ✍️
📖 વાંચતા રહેજો...
કદાચ મારી કોઈ વાર્તામાં તમને તમારી જ વાર્તા મળી જાય. ❤️