વતન પોરબંદર, તત્કાલીન ચીફ ફોટોગ્રાફર, સચિવાલય, ગાંધીનગર, ફિલાટેલિસ્ટ, નુમીસ્ટિક, સાહીત્યકાર,પત્રકારીત્વ,મને સાહિત્ય નો બચપણ 15 વર્ષે શોખ હતો,ભણતા ભણતાં બાળકાવ્યો લખેલા.(જે સંગ્રહ હમણાં 2012,સાહીત્ય એકાદમી ના સહયોગ થી "કલશોર"રૂપે પ્રકાશિત થયો),ssc પછી કોલેજ માં પણ આર્ટ ભાષા વિષય લઈ જોઈન્ટ કરી સાથે સાથે પોરબંદર નોકરી પણ કરવી પડી, સાહિત્ય પરિષદ, સાહિત્ય સભા, માં એજ સમયે આજીવન સભ્ય થયો,આ ગાળા માં અન્ય શોખ માં પણ તક મળી ફોટોગ્રાફ પાડતો અને રાજકોટ,અમદાવાદ પ્રેસ માં પણ છપાતા આમ કલમ અને કેમેરો બને માં સારી પ્રગતિ થઈ એ દ્વારા ગુજરાત સરકારમાં ફોટોગ્રાફર ની ઓફર આવી,ઇચ્છા હતી,આર્ટસ અભ્યાસ પૂરો કરી પ્રોફેસર બનવાની પણ પોરબંદર નોકરી માં પગાર ઓછો અને મોટા પુત્ર તરીકે ઘરની જવાબદારી ને કારણે નોકરી કાયમી હતી તેથી ચીફ ફોટોગ્રાફર ગુજરાત સરકાર માં જોડાયો પણ પ્રવૃત્તિ જુદી હતી કલમ ખરી કેમેરો પણ પત્રકારીત્વ કેડીએ
જેથી સાહિત્ય માં થોડું મોડું થયું પણ 32 વર્ષો ક્યાં ગયા તે ખબર જ ના પડી હવે સાહિત્ય રસ ને જાગ્રત કરી આગળ જશું..