જયારે પણ હું કંઈક મનગમતું વાંચુ છું કે લખું છું ત્યારે અંતરના આનંદથી છલકાઈ જાઉં છું, જાણે કે અનેક જિંદગીઓ હું એકસાથે જીવી રહ્યો હોઉં તેવો આહ્લાદક અહેસાસ થાય છે. નાનકડાં ગામનો રહેવાસી છું, પરંતુ લેખનથી હું મારી પોતાની જ એક અલગ દુનિયાનું સજૅન કરું છું. એ પાત્રો સાથે મારા હૃદયનું સીધું...More
જયારે પણ હું કંઈક મનગમતું વાંચુ છું કે લખું છું ત્યારે અંતરના આનંદથી છલકાઈ જાઉં છું, જાણે કે અનેક જિંદગીઓ હું એકસાથે જીવી રહ્યો હોઉં તેવો આહ્લાદક અહેસાસ થાય છે. નાનકડાં ગામનો રહેવાસી છું, પરંતુ લેખનથી હું મારી પોતાની જ એક અલગ દુનિયાનું સજૅન કરું છું. એ પાત્રો સાથે મારા હૃદયનું સીધું જોડાણ હોય છે. એ નિર્જીવ હોવા છતાંપણ મારા માટે સજીવની જેમ જ વર્તે છે. વાર્તાઓ મારી આત્મા છે અને તેનું લખાણ એ મારું મન છે. બન્ને વગર હું જીવી શકું તેમ નથી. ખરેખર, આ કલા વગર હું મારા જીવનને કલ્પી શકવાય સમર્થ નથી. વળી, વાંચવા જેવું મોજીલું કામ દુનિયામાં બીજું એકેય નથી અને લખવું એ તો મૃત્યુથી જીવન તરફ જવા બરાબર છે. સાચું કહું તો વાંચેલું છે એટલે જ તો અત્યારે લખી શકું છું. મારી જિંદગીની સાચી સફર ત્યારે શરૂ થઈ હતી જ્યારે ડૉ. વીજળીવાળાની 'હીરાનો ખજાનો' નામની નવલકથા વાંચી ને પ્રથમવાર મને એવું અનુભવાણું કે હું પોતેય આવું કંઈક સજૅન કરી શકું તેમ છું. અને બસ, એ ક્ષણથી કલમ લઈને મંડી પડ્યો. સમય સાથે વધારે શીખતો ગયો ને વધારે સુધારો આપમેળે થતો ગયો. હું તો આજે છું, કાલે નહિ હોઉં....! પરંતુ મારી કલા, મારું કામ હંમેશાં અમર બની રહે તેવા પ્રયત્નોમાં અત્યારે ગૂંચવાયેલો છું. જોકે દ્રઢ આશા છે કે તમે મારી આ લેખનરૂપી સફરમાં હરપળ સાથે રહેશો. આભાર!