0 People Listen 0 Received Responses 0 Received Ratings
Share with your friends :
About Kajal Chauhan
લખવું - મારો શ્વાસ, મારા હોવાનો પર્યાય. લખું છું ત્યારે હું જીવું છું. અમુક સપનાંઓ છે જે આ ટૂંકી જિંદગીમાં પુરા કરવા છે. સાયન્સમાં ગેજ્યુએટ થયા બાદ નસીબજોગે પત્રકારત્વમાં છું. એકાંત મને ખુબ ગમે છે. જ્યારે એકલી હોઉં છું ત્યારે હું પોતાને વધુ મજબૂત અનુભવું છું. ત્રેવીસ વરસની ઉંમરે વધારે...More
લખવું - મારો શ્વાસ, મારા હોવાનો પર્યાય. લખું છું ત્યારે હું જીવું છું. અમુક સપનાંઓ છે જે આ ટૂંકી જિંદગીમાં પુરા કરવા છે. સાયન્સમાં ગેજ્યુએટ થયા બાદ નસીબજોગે પત્રકારત્વમાં છું. એકાંત મને ખુબ ગમે છે. જ્યારે એકલી હોઉં છું ત્યારે હું પોતાને વધુ મજબૂત અનુભવું છું. ત્રેવીસ વરસની ઉંમરે વધારે મિત્રો નથી કદાચ એમ કહું તો મારા ટાઈપના નથી એટલે એકલી જ ફરવા અને ફિલ્મો જોવા નીકળી પડું છે. હું છોકરી છું એમ નહિ કહું... હું એક માણસ છું. આ કુદરતનું સંતાન...
પુસ્તકો અને મ્યૂઝિકનો ગાંડો શોખ. ગરબાની શોખીન. ગરબા રમતી વખતે હું પોતાને ઈશ્વરની વધુ નજીક મહેસુસ કરું છું. ભજનો મારા મગજને શાંત કરી દે છે અને સોંગ્સથી હું બધું જ ભૂલીને તેના લયમાં ખોવાઈ જઉં છું અને પોતાને વધુ ઊર્જાથી ભરેલી અનુભવું છું. વાર્તાઓનું સર્જન કરવું ખુબ જ ગમે છે. લોકોને અલગ અને નવીન વાર્તાઓ કહેવી છે.
અત્યાર સુધી પોતાની શરતો પર જિંદગી જીવી છે અને જીવતી રહીશ. હું એક પંખીની માફક છું. ઈશ્વર પાસે એ જ માંગુ કે મને મનુષ્ય અવતાર વારંવાર મળે અને દર વખતે હું એક લેખક બનું.