કાવ્યો. બાળકાવ્યો, વાર્તાઓ. લઘુકથાઓ અને હાસ્ય-વ્યંગ લેખોનું સર્જન. વિવિધ સામયિકો અને દૈનિકપત્રોમાં 100 જેટલાં બાળકાવ્યો, લઘુકથાઓ અને કાવ્યો પ્રકાશિત થયેલ છે.
ચાર વર્ષ માટે “આંજણા દર્પણ” નામના સામાજિક માસિકના સંપાદક તરીકે અને હાલ અભિવ્યક્તિ વર્તુળ, તલોદ દ્વારા શરૂ કરેલ...More
કાવ્યો. બાળકાવ્યો, વાર્તાઓ. લઘુકથાઓ અને હાસ્ય-વ્યંગ લેખોનું સર્જન. વિવિધ સામયિકો અને દૈનિકપત્રોમાં 100 જેટલાં બાળકાવ્યો, લઘુકથાઓ અને કાવ્યો પ્રકાશિત થયેલ છે.
ચાર વર્ષ માટે “આંજણા દર્પણ” નામના સામાજિક માસિકના સંપાદક તરીકે અને હાલ અભિવ્યક્તિ વર્તુળ, તલોદ દ્વારા શરૂ કરેલ “અભિવ્યક્તિ” સાહિત્યિક ત્રૈમાસિકના સંપાદક તરીકે કાર્ય કરી રહ્યો છું.
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આવેલ શ્રી નવયુગ વિદ્યાલય, અણીયોડમાં શિક્ષક તરીકે 5 વર્ષ અને આચાર્ય તરીકે 15 વર્ષ સેવાઓ આપી નિવૃત્ત અને હાલ આ સ્કૂલનું સંચાલન કરું છું. એક ટર્મ માટે તાલુકા સદસ્ય તરીકે ચૂંટાયો છું તેમજ બે વર્ષ માટે તલોદ તાલુકા આચાર્યસંઘના પ્રમુખ પદે સેવાઓ આપેલ છે.
Book Summary
આ એક ટૂંકો હાસ્યલેખ છે. જેમાં “સવાલો ના કર. સૂચનાઓનો અમલ કર.” મને પ્રશ્નપત્ર કંઇક અઘરું હોય એવું લાગ્યું ! - જેવા સંવાદો અને બેજણના મનમાં ઉદ્દભવતા મૂંઝારાને હળવી શૈલીમાં વ્યક્ત કરવાનો મેં અખતરો કરેલ છે. ગમે કે ના ગમે તો પણ આશીર્વચન/કટુવચન આપવાનો આપ પણ ખતરો ઉઠાવશો- એવા મૂંઝારા સાથે આપનો શુભેચ્છક, - Hari Patel