પલ્લવી કોટક - (06 March 2020)હું પણ આ વાત માટે સંમત નથી. નિર્ણય વ્યક્તિગત ખરો પણ જ્યાં સુધી એ ફક્ત એમની જ જિંદગી ને અસર કરતો હોય. એ નિર્ણય જયારે સંતાનો ની કે બીજા બધાની જિંદગીને સ્પર્શતો હોય તો વ્યક્તિગત કંઈ રીતે કહેવાય? પ્રેમની વ્યાખ્યા ભલે એજ હોય પણ અમુક ઉંમર પછી એ નિભાવવાની રીત બદલાય છે.એમાં ત્યાગ સમર્પણ જેવી ભાવનાઓ હોય તો પ્રેમ અલાયદો બને.. ઉચ્ચ બને.. બીજી વાત મીડિયા કે વોટ્સઅપ વાળાઓને જજ ન બનવું જોઈએ.. તો આપણે અહીં શું કરીએ છીએ? ફેવર કરીએ કે વિરોધ.. જજ તો આપણે પણ બની ગયાને? હા નિખાલસ ચર્ચા કરવી અલગ વાત છે...
00
Bharat Chaklasiya - (04 March 2020)તાજેતરમાં બનેલી આ ઘટનાને હું સંપૂર્ણપણે વખોડી કાઢું છું. પ્રેમ કરવાની ના નથી.પણ સમાજની વ્યવસ્થા પણ એક ચીજ છે. આ લોકોના પગલાંથી એમના દીકરા અને દીકરી ઉપર શુ વીત્યું હશે એ વિચારવું જોઈતું હતું. પ્રેમ માત્ર સાથે રહેવાથી જ મેળવી શકાય એવું નથી.પ્રેમ ત્યાગ અને સમર્પણ માંગે છે. વર્ષો પહેલા યુવાનીમાં જે કરવું હોય એ કરી શક્યા હોત. એ વખતે બધું જાયજ ગણાત. આટલી ઉંમર પછી આવી રીતે અનેક સંબધોમાં જકડાઈ ગયા પછી સરેઆમ સામાજિક વ્યવસ્થા તોડીને હાસ્યાસ્પદ પગલું ભરો તો સમાજ શું આખી દુનિયા તમારા પર હસશે..! એક ઉંમર હોય છે..અમુક કામ કરવા માટે..હવે આ લોકો પોતાના બાળકોના લગ્ન પહેલા જ ભાગી ગયા એ પરસ્પર સાથે રહેવા નહિ પણ જે ભૂખ યુવાનીમાં ભાંગી નહોતી એ ભાંગવા જ ભાગ્યા. પ્રેમને કલંકિત કર્યો કહેવાય.. એટલે આ લોકોના પ્રેમને ક્યારેય સંમતી મળી શકે નહીં. આવી ઘટનાઓથી તમે નવી પેઢીને શુ શીખવશો ?દરેક સંબંધની એક ગરીમાં હોય છે..જો એ બન્ને સાચા પ્રેમી હોત તો સહવાસ ભોગવવા આમ કયારેય ભાગ્યા ન હોત. પણ પોતાના પ્રેમનું બલીદાન આપી પ્રેમને ઉજળો કરી બતાવ્યો હોત. એક ઉંમરે તમે એકલા રહેતા નથી અનેક લોકોની ઈજ્જત તમારી સાથે જોડાયેલી હોય છે એ તમારે ભૂલવું ન જોઈએ..
11
પ્રકાશ પટેલ - (04 March 2020)ખરેખર એક સંવેદનશીલ સામાજિક મુદ્દા પર ચર્ચા ઉઠાવી છે... હું એમના નિર્ણય સાથે સહમત છું... પણ હવે આગળ શું....!?
11
છાયા ચૌહાણ - (04 March 2020)હું સહમત છું કે કોઈના પણ વ્યક્તિગત નિર્ણય બદલ અસભ્ય વર્તન , ટીપ્પણી કે ધારણા બાંધવાનો કોઈને પણ અધિકાર નથી, ખાસ કરીને વર્ણવેલ ઘટના કે એના જેવી બીજી ઘણી બાબતોમાં સમાજ સ્ત્રી માટે વિકસિત બન્યો જ નથી.... જ્યારે પણ સ્ત્રીએ પોતાની મરજી મુજબ જીવવા માટે નિર્ણય લીધો છે, ભલે પછી એમાં એ સફળ થાય કે ન થાય એના માઠા પરિણામો એના ઘરની બીજી સ્ત્રીઓ એ પણ ભોગવવા પડ્યાં છે.
11
હિરલ પુરોહિત 'સપ્તરંગી શબ્દ' - (04 March 2020)ખુબ જ ઉમદા....કેટલાયે લોકોના કેટલાયે નિર્ણયો પગલાં લેવા ની ઘડી સુધી આવીને પાછા જતા રહે છે ...માત્ર અને માત્ર સમાજ...પરિવાર અને લોકો શું કહેશે ની પાતળી રેખા રોકી લે છે.
ખુબ જ વિચારવા જેવો મુદ્દો છે. આપણા સમાજની તો એ પણ કરુણતા છે કે આવા કોઈ વિષય કે જે રૂઢિચુસ્ત સમાજથી વિપરીત છે એમાં પોતાનો પક્ષ રાખતા પણ લોકો ગભરાય છે.સાથ આપવાની વાત તો દૂર રહી.
11
નૂતન 'નીલ' કોઠારી - (04 March 2020)વાક્યરચના લિંગ અનુસાર ન હોવાથી એક સ્ટાર પાછો લઉં છું. એડિટીંગ કરીને મૂકશો તો મળી જશે. એક અજબ લાગણીનો પુનઃ ઉદ્ભવ, એ પગલું લેતાં પહેલાંની કશ્મકશ -મનોમંથન, વળી પાછું એ જ બિંદુ કે જ્યાં પુનરાગમન બાદ પુરુષનો તો સ્વીકાર થઈ ગયો પણ સ્ત્રી? સંપૂર્ણ તહોમત ફક્ત એના માથે! જો પુરુષની સહમતિ ન હોત તો એ એકલી ભાગવાની હતી? ઘરે પાછાં ફરતાં આજે પણ એ પુરુષજાતે ફક્ત પોતાનું જ હિત જોયું? સ્ત્રી સાથીનું શું થશે એનો વિચાર પણ ન કર્યો?
11
vandana vani - (04 March 2020)તમે મુદ્દાને બહું સરસ રીતે રજૂ કર્યો. છતાં પોતાનો સંસાર જાળવી રાખવાં તેમનાં જીવનસાથીએ કરેલ કર્મને ભૂલી લીધેલાં આ પગલાં સાથે સહમત નથી હું. પ્રેમની જાળવણી હવે વધુ સારી રીતે કરી શક્યા હોત.