જ્યોતિ મેવાડા - (08 September 2025)અદ્ભૂત..! વ્યક્ત કરવા માટે શબ્દો નથી એવી સરસ રજૂઆત. અંત સુધી જકડી રાખે એવો સરસ અને એકધારો પ્રવાહ..! ખૂબ સરસ વાર્તા લખી છે.
00
Bharat Rabari - (18 November 2021)વાહ ભાઈ જોરદાર... ખુબ સરસ વાર્તા ઉપરથી ઢોલની પણ સારીએવી માહિતી
સોનલ પરમાર - (10 October 2021)વાહ વાહ! અદભુત વાર્તા અને અદભુત પાત્ર ધમાનું. તમારી આ વાર્તામાં જોકે બે પાત્રો મુખ્ય છે એક ધમો અને બીજો ઢોલ. જાંગીના શીર્ષક વાંચવામાં અજીબ લાગેલું પણ આજે તમારી વાર્તા દ્વારા તેનો ઈતિહાસ ભૂગોળ જાણીને ખૂબ જ નવાઈ લાગી. મારા મને તો આજ સુધી ઢોલ એટલે બસ ઢોલ. એમાં આવા અલગ અલગ તાલ પણ હોય એ તમારી વાર્તા દ્વારા જ ખબર પડી. વાર્તામાં જેમ ધમાના પાત્રનું દમદાર વર્ણન કર્યું છે તેમ ઢોલ વિશે પણ ખૂબ જ જીણવટથી એક એક વાત લખી છે. તમે ઢોલ વિશે ઘણું બધું સર્ચ કર્યું એ તમે શેર કર્યું હતું પણ કોઈ વસ્તુ વિશે માહીતિ મેળવી તેને આમ વાર્તામાં વણી લેવું અને આમ સફળતાથી પ્રસ્તુત કરવું તે ખરેખર દાદ માંગી લેય તેવું છે. આજે મને તમારી વાર્તા વાંચી ખબર પડી કે ઢોલ શેનો બનેલો હોય છે અને માડપડી, નરપડી, બિચસાર કે ઢોલના પણ બારેય ઘર ના પણ નામ હોય તે જાણીને વાંચવાની ખૂબ જ મજા આવી. જાંગીના શબ્દની ગહનતા અને તેના સાથે જોડાયેલી ધમા ના જીવનની કરુણતા પણ ખરેખર હ્રદયને સ્પર્શી અને હચમચાવી ગઈ. ધમાની વાલી એ દીધેલો દગો અને મુખીની હત્યા બાદ ધ્રુબાંગ.. ધ્રુબાંગ ઢોલ વગાડ્તો ધમો આંખો સમક્ષ જીવંત થયો. અંત કરૂણ હતો પણ યથાર્થ હતો. વાર્તાને શીર્ષકને સાર્થક કરતો અને વાચકને વાર્તા સાથે એકરૂપ કરતો પણ હતો. માસ્ટર પીસ વાર્તા છે. અદભુત અને હ્રદયના તાર ખોલી દેતી આ વાર્તા પ્રથમ ક્રમાંક માટે સો ટકા યોગ્ય છે. ખૂબ ખૂબ અભિનંદન તમને આટલી અદભુત વાર્તા માટે.