જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (15 September 2021)ઓહો હો અદ્ભુત આપનું લેખન અને વિષય ને હા વર્ણન કરવાની આપની શૈલી..! અમને પણ નિશા સાથે એ સ્વપ્નનાં દરિયામાં ઘડી ભીંજવી ગઈ તો ઘડી ઝરણાં પાસે પગ ભીનાં કરાવી ગઈ, ઘડી ફૂલોની મહેંક તન મન પ્રફુલ્લિત કરી ગઈ તો ઘડી અચાનક નીંદમાંથી જાગેલી આંખલડીનું એ કાજળ રેલાવી ગઈ. ખરેખર સત્ય કહ્યું આપે, આજે પણ આ કહેવાતાં આઝાદ સમાજમાં કેટલીય નિશા પોતાનાં શમણાંની પાંખ ખોલી નથી શકતી ને એ પાંખોને કાં તો કાપી દેવાય છે કાં તો બાંધી દેવાય છે.. ને એ આંસુની ધરબાયેલી નદી વર્ષાની ઝરમરમાં ઘણીવાર અવિરત વહી જાય છે..! 👌👌👍
હું પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવું છું. "જીવન" ઉપનામથી નવલિકા , બાળવાર્તા અને ગઝલ લખું છું. "થપ્પો દા" પુસ્તકમાં મારી રચના પ્રકાશિત થયેલ છે. હાલમાં "મેઘધનુષ્યના રંગો" પુસ્તકમાં સંકલક તરીકે કાર્ય કરી રહ્યો છું. નવોદિત લેખકોને પ્લેટફોર્મ મળે એવો મારો પ્રયાસ હમેશાં રહેશે.

Book Summary
દરેક સ્ત્રીઓ પોતાના પ્રિયપાત્ર સાથે મુક્તપણે જીવવાનાં સ્વપ્નો સેવતી હોય છે. દરેકને પ્રકૃતિના ખોળે આઝાદ રહીને જીવવું હોય છે. પરંતુ આજે પણ ગામડાની રૂઢિચુસ્ત પરંપરાઓ સ્ત્રીને ઘરની ચાર દીવાલોમાં કેદ કરી રહી છે. આ પરંપરાઓ વચ્ચે સ્ત્રીઓનાં અનેક સ્વપ્નો માત્ર સ્વપ્નો જ બની રહે છે. ચુંદડીના રુપક દ્વારા રૂઢિચુસ્ત સમાજમાં સ્ત્રીની વેદનાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે.