સુનિલ ર. ગામીત "નિલ" - (20 February 2025)રહસ્યમય વાર્તાની જબરદસ્ત રજૂઆત અને એવી ઘ બખૂબીથી ખૂનીને પકડ્યો.
11
જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (19 February 2025)ઓહો હો જોરદાર દમદાર! આપની લેખિનીનો વિષય કોઈપણ હોય વાંચકને અદ્ભુત રીતે સફર કરાવીને જ વિરામ લે, તે સૌ જાણીએ છીએ. અને ફરીવાર અમોએ તે વાતનો ભરપૂર આનંદ લીધો, કાતિલના અંદાઝ હોવાં છતાં. ટીવી પર ક્રાઈમ પેટ્રોલનો એક એપિસોડ જોઈ રહ્યા હોઈએ એવું લાગ્યું, એ વાત જ આપનાં લેખનની શ્રેષ્ઠતા સાબિત કરે છે. ભીમરાજનાં મગજ, પાત્રને આબેહૂબ એક ક્રાઈમ બ્રાન્ચનાં ઑફિસર જેટલું જ સટિક રીતે રજૂ કર્યું આપે! ને છેલ્લે એની નજરથી ના બચી શકતી એ ખૂની ત્રિપુટી પકડાઈ ત્યારે તાળીઓ પાડવાનું મન થઈ ગયું. હા! સમર શૈતાન હતો, એવાં રાક્ષસનું મરવું એનો ભોગ બનેલ વ્યક્તિઓ માટે એક ઉજવણી સમાન હોય શકે. પણ કરેલ કર્મનાં ફળ તો દરેક વ્યક્તિએ ભોગવવા જ પડે છે, એ વાત પણ છેલ્લે ભીમરાજનાં મુખેથી આરોપીઓને એક સંદેશ આપી ગઈ! ખૂબ સરસ વાર્તા આપની જ્યોતીન્દ્રભાઈ..! સ્પર્ધા માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 👏👏🎉🎉💐💐💫💫
હું , જ્યોતિન્દ્ર મહેતા મુળ વતન સેવાળા , તા. ચાણસ્મા , જી પાટણ , હાલ પાલઘર , મહારાષ્ટ્ર ખાતે રહું છું. પ્રોફેશનથી હું ઈન્જિનિયર છું. નાનપણથી વાંચનનો શોખ અને કોલેજમાં આવ્યા પછી એક બે કવિતાઓ પણ લખી. પત્રલેખન માં મારી હથોટી પણ પ્રેરણાના અભાવે આગળ લખી ન શક્યો . છેક ચાળીસમા વર્ષ સુધી મારા અંદરનો...More
હું , જ્યોતિન્દ્ર મહેતા મુળ વતન સેવાળા , તા. ચાણસ્મા , જી પાટણ , હાલ પાલઘર , મહારાષ્ટ્ર ખાતે રહું છું. પ્રોફેશનથી હું ઈન્જિનિયર છું. નાનપણથી વાંચનનો શોખ અને કોલેજમાં આવ્યા પછી એક બે કવિતાઓ પણ લખી. પત્રલેખન માં મારી હથોટી પણ પ્રેરણાના અભાવે આગળ લખી ન શક્યો . છેક ચાળીસમા વર્ષ સુધી મારા અંદરનો લેખક સુષુપ્ત અવસ્થામાં રહ્યો જે ઓનલાઈન પ્લેટફોર્મ આવ્યા પછી જાગ્યો. ભલે હું નંબર ૧ ન બની શકું પણ હું મારા લેખનની એક છાપ સાહિત્યમાં જરુર છોડીશ.