• 01 May 2020

    Love Laughter and joy.

    Love, Laughter and joy.

    5 137

    લવ, લાફ્ટર એન્ડ જોય. 


               પ્રેમ, આહ્.. શબ્દ સાંભળતા, વાંચતા કે બોલતા ફક્ત શબ્દ રહેવાને બદલે અનુભવાય છે, અને જીવનની સાચી સાર્થકતા તો અનુભૂતિમાં જ છે. બાકી બધું મિથ્યા છે. શબ્દ અનુભૂતિ વિનાનો હોય તો સ્પર્શી નથી શકતો. પ્રત્યેક જીવંત વસ્તુઓમાં સંવેદના હોય છે. જે જીવંત રહેવા માટે આવશ્યક હોય છે. અને એટલેજ સંવેદના વિનાનો માણસ જીવંત હોવા છતાં એક યંત્રની માફક બની જતો હોય છે. એના લીધે પ્રત્યેક વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિમાં કોઈક શોધતી ફરે છે. પ્રત્યેક વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે જોડાઈને પોતાની અંદરના આંતરિક ખાલીપણાને ભરવાની કોશીશ કરતો હોય છે.


               લાફ્ટર,, આપણુ આંતરિક સુખ વધે ત્યારે હાસ્ય સ્વરૂપે બહાર આવે છે. અને જોય એટલે કે આનંદ. આ આનંદ એક અવસ્થા છે. આપણી અંદર હંમેશા માટે સ્થિર છે. પરંતુ સુખ-દુઃખ, ચિંતા, ભય, ક્રોધ, ઘૃણા, ઈર્ષ્યા. આ બધા નું આવરણ એની ઉપર લાગી જાય છે. ત્યારે આનંદ ની અનુભૂતિ થઇ શકતી નથી. જોકે આનંદ આપણી અંદર છે, એમ છતાં. 


               પ્રેમ કોઈ વ્યાપાર નથી, જયારે અપેક્ષાઓ જોડાય છે, ત્યારે પ્રેમ ગીવ એન્ડ ટેઈક બની જતો હોય છે. ! ખરેખર આ શબ્દને સમજવા કરતા અનુભવવો જોઈએ, જયારે કોઈ પણ અપેક્ષા વિના કોઈ કાર્ય થાય છે અથવા કોઈને કાંઈ આપવાંમાં આવે છે, ત્યારે એના પરિણામ સ્વરૂપે ક્યાંક બીજી જગ્યાએથી એ પાછું મળે છે. જસ્ટ ફીલ ઈટ.. ! 


               વ્યક્તિ વચ્ચેની નિકટતા વધે છે ત્યારે સમસ્યાઓ સર્જાય છે. એક હેલ્ધી રિલેશન માટે નિશ્ચિત અંતર હોવું જરૂરી છે. તમે ખુદ એક પ્રયોગ કરી શકો છો, હથેળીને આંખની અત્યંત નજીક લઇ જાઓ તમને સ્પષ્ટ નહિ દેખાય પણ તણાવ પેદા થશે. થોડી વધારે દૂર હથેળી પર પણ સ્પષ્ટ રેખાઓ નહિ દેખાય. નિશ્ચિત અંતર જરૂરી છે. સપ્રમાણ. 


               અત્યારે હાલના સમયમાં  ઘરમાં વ્યક્તિઓ વચ્ચે અંતર ખુબ ઓછું હશે અને સતત વધુ સમય સુધી સાથે રહેવાને લીધે પરસ્પરના વિચારો મતભેદો સર્જાવાની શક્યતા છે. ત્યારે દરેકે પોતાનું આત્મ નિરીક્ષણ કરવું જોઈએ અને અપેક્ષાઓને ત્યજી દેવી જોઈએ. તો વૈચારિક મતભેદો નિવારી શકાય.


               ઘણી વાર એવું બનતું હોય છે, સવાલ થાય કે, બીજાના માટે કેટલુંય કરવા છતાં કોઈને મારી કદર જ નથી ! કોઈ મારા કામની નોંધ જ લેતું નથી ! 


               ત્યારે એક બાબત ભૂલી જવાય છે, કાર્યનો આનંદ ભૂલીને બીજા પાસે રાખેલી અપેક્ષામાં આપણે સુખ શોધતા હોય ત્યારે અપેક્ષા પુરી ન થવાથી ખુદને દુઃખ પહોંચે છે.      


               નિજાનંદ માં રહેવા માટે દરેક કાર્યને માણવુ જોઈએ, એના માટે કોઈ પણ કાર્ય ફરજીયાત હોય કે ન હોય જયારે આપણે કામ હાથમાં લઈને પૂરું કરવા ઇચ્છીએ છીએ ત્યારે એના પ્રત્યે અણગમો ત્યજવો જોઈએ. અણગમો કામના આનંદને ઢાંકી દે છે. એટલે કાર્યને બોજ સમજીને કરવાથી પોતાને સજા આપવાને બદલે એને માણવું જોઈએ. 


               દરેક નાની-નાની બાબતો પ્રત્યે આપણે દ્રષ્ટિકોણ બદલીએ અને પોતાનું નિરીક્ષણ કરીએ તો, જીવન કોઈ પણ સંજોગોમાં બોજ બનવાને બદલે સહાયક બની જાય છે. 


               જન્મ મળે છે, જીવન નહિ ! જીવન ને ઘડવું પડે છે, અને એના માટે બીજાઓનું આંધળું અનુકરણ કરવા કરતા પોતાની અંતઃ સ્ફૂર્ણાથી જેવું બહાર આવે એવું જીવવું જોઈએ !    


               જીવન પ્રત્યેનો અભિગમ બદલવાની જરૂર છે, પ્રત્યેક પરિસ્થિતિ અને સંજોગો એના સ્થાને હોય છે. આપણે એને મન પર કેટલા અંશે હાવી થવા દઈએ એટલા અસર કરી શકે છે. 


               દરેક સારી ખરાબ પરિસ્થિતિ જીવનમાં આવે એનાથી આપણે આપણી જાતને અલગ રાખીને એ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાથી જીત મેળવી શકાય છે.! 


    "સ્ટે હોમ સ્ટે સેફ                                             




    Gaurang Patel અલગારી


Your Rating
blank-star-rating
નિકિતા પંચાલ - (05 June 2021) 5
nice

0 0

સકીના ફાતેમા - (05 August 2020) 5

0 0