• 03 December 2019

    દેશ દુનિયા

    ફુટપાથ

    5 153

    શિયાળો શુરું થઈ ગયો છે.

    કચ્છીનો શબ્દ "શી" એટલે ટાઢ થાય! દરેક ઋતુનો એક અનેરો મહિમા છે. શિયાળો આવતા જ નલિયા રાજ્યનું  ઠડું શહેર થઈ જાય છે.

    પણ આજે વાત શિયાળાની નહી પણ શિયાળાની સાથે થીજી ગયેલી માનવતાની છે.

    શિયાળાની ઋતુ વિશે સંસ્કૃતથી લઈને ગુજરાતી સાહિત્યમાં ઘણું લખાયું છે.

    આપણે આસપાસ લોકોને ફુટપાથ કે પછી નાના માટીના ઘરોમાં જોતા હોઈએ છીએ. મૂળભૂત સુવિધાઓ તો દુરની વાત રહી, પૂરતા કપડાં પૂરતું ભોજન પણ એના નસીબમાં નથી હોતું!

    ફુટપાથ પર સૂવું એ શોખ નથી મજબૂરી છે. ઘણા કિસ્સાઓ ટીવીમાં કે આપણી આસપાસ જોયા છે.

    કે કોઈએ દારૂના નશામાં ગાડી ફૂટપાથ પર સૂતેલા લોકો પર ચડાવી છે. આપણે એ જગ્યાએ હોઈએ તો શું ઉંઘ આવે? મોત ગમે ત્યારે ગમે તે સમયે આવી શકે છે. કોઈ અમિર બાપનો બગડેલો છોકરો કોઈ પણ સમયે ગાડી ચડાવી શકે છે ખરુંને? તેની જગ્યાએ હું હોઉં તો કદાચ ઉંઘી પણ ન શકું! તેના માટે ઊંઘ પણ કદાચ જરૂરિયાત હશે!


    ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

    વીડિયોમાં કઈક એવું છે કે ફુટપાથ પર સુતેલા માણસો પર ટુ-વિલર વાળા કેટલાક લુખ્ખા તત્વો પાણી ઢોળી જતા રહે છે.

    તેની આ બે મિનિટની મજા લોકોના કાળજાઓ થથરાવી દે છે.

    માણસ પોતાના નિજાનંદ માટે કોઈ પણ હદે જઈ શકે છે.


    તે લોકો સાથે આખી રાત શું થયું હશે તમે વિચાર કરશો તો પણ કાળજું કંપી જશે! હવા જરાક ઠંડી ફૂંકાતા જ જાકેટ, મફલક, સોલ, જેવા ગરમ વસ્ત્રો આપણે પહેરીએ છીએ! એક પળ માટે તો વિચારો કે શિયાળાની આવી કોઈ રાતે તમે ઉંઘતા હોવ અને કોઈ પાણી ઢોળી જાય! ચલો માન્યું કે તમારી પાસે તો ઘણા બધા ઓપશન હશે પણ તે લોકોનું શું?


    "માનવ સેવા એ પ્રભુ સેવા" જેવા ભાવવાળો આપણો દેશ દિવસે દિવસે નર્ક થઈ રહ્યો છે. માનવ સંવેદનાઓ મરી પરવારી છે. કોઈની મદદ તો દૂર કોઈને દુભવતા પહેલાં હજાર વખત વિચારવું જોઈએ!


    શું આ સંસ્કારોની ઊણપ દેખાય છે?

    જે હોય તે, ક્યાંકને ક્યાંક ભૂલ આપણી જ છે. સંસ્કારી દેશમાં હવે સંસ્કારો રહ્યા નથી.

    કોઈ કોઈની મદદ માટે હવે ઊભું રહેતું નથી.


    જોકે આની માટે કઈ કરી તો ન શકાય કે નહીં તે માટે મારી પાસે કોઈ અવસધી તો નથી, પણ આ આવા લોકો માટે એક હૈયાવરાળ ઠલાવતો આર્ટિકલ સિવાય હું કઈ કરી ન શકું!







    અલ્પેશ બારોટ


Your Rating
blank-star-rating
Aatmaja ......... - (20 February 2022) 5

0 0

નિકિતા પંચાલ - (17 July 2021) 5
very nice

0 0

Shraddha VyasShah - (25 January 2020) 5
🙏

1 1

ઉમંગ ચાવડા - (11 December 2019) 5

1 0

vidya padvi - (03 December 2019) 5
સાચી વાત છે સર....કેટકેટલાં લોકોને મજબુરીના કારણે કુદરત સામે લડવું પડે છે જયારે ઘણાં લોકો નિજાનંદને કારણે માનવતા ભૂલી રહ્યા છે.....સંસ્કારની ઉણપ નહીં ,પરંતુ સમજદારીની ઉણપ કહેવાય.

1 1