• 30 July 2020

    પૂજાનો પલટવાર

    સીધા સવાલના આડા જવાબ.

    5 348

    ૧. મત અને કિંમતમાં શું ફરક?

    જ. પત્ની અને પડોશણ જેટલો.


    ૨. પૂજા પલટવાર કરશે તો આરતી શું કરશે?

    જ. આરતી અન્નજળનો ત્યાગ કરશે.


    ૩. સાચું હાસ્ય ક્યાં મળશે?

    જ. સાહેબ હવે મોટા થયા. હવે સાચું ખોટું જાતે જ સમજવાનું.


    ૪. સવાલ પૂછો તો જવાબ મેળવો તો એમાં કોઈ પણ?

    જ. જય સ્વામિનારાયણ.


    ૫. સૃષ્ટિનું સર્જન કરનાર કોણ હતું?

    જ. હુ નહોતી. ઉમંગભાઈને પૂછી જોઉં.


    ૬. સોચ સારી કે શોચ?

    જ. પેટ સાફ થતું હોય તો શોચ અને નહીંતર હું સારી.


    ૭. આ ઈજ્જતનો સવાલ છે એ કેટલાનો હોય છે?

    જ. બહુ મોંઘો હશે.. આપણને નથી પોસાતો એટલે તપાસ નથી કરી..


    ૮. એકવાર ધોખો ખાધા પછી પાણી ‌ક્યારે પીવાનું?

    જ. હજુ સગવડો જોઈએ છે? મારું એક ધોકો બીજો?


    ૯. ૧૦૦% સાચી વાત છે આમાં કેટલા ટકા સાચી વાત હોય છે?

    જ. તમને કેટલા ટકા રાખવા છે?


    ૧૦. ભાઈની કલાઈમાં રક્ષા બાંધી કોરોના ને આવકારૂ કે કોરોના થી બચવા ભાઈની કલાઈમા રક્ષા બાધુ..?

    જ. કોરોનાને જ રાખડી બાંધી દો. વીરપસલી પણ મળશે. બાકી મોંઘવારી હજુ ટ્રૈન્ડમા છે બહાના બનાવવા.


    ૧૧. I want to now if anyone in the depression why they  willnot share theie pain or reason behind this, why his /her depression transfrom on to the sucide

    જ. કારણકે એમને અંગ્રેજી  નહીં આવડતું હોય ભઈલા.. બીજું શું?


    ૧૨. જંગલમાં જતાં હોઈએ અને સામે સિંહ આવે તો શું કરવાનું?

    જ. સિહણને શોધવા જવાનું.


    ૧૩. *માણસોને આગળની સાથે પાછળ પણ આખો હોય તો કેવું..?*



    - પ્રકાશ પટેલ (વલસાડ)


    જ. પછી ઘેરઘેર ગરોળીઓ નહીં પાટલા ઘો જોવા મળે.. અને એકતા કપૂર બરબાદ થઈ જાય.


    ૧૪. ભારતમાં રેલ સૌપ્રથમ કયા સ્ટશન વચ્ચે ચાલી હતી?

    જ.  યાર્ડથી મુંબઈ સ્ટેશન વચ્ચે..  પણ તમે એમ પણ કહી શકો કે હું નવી આવી છું... મને નથી ખબર..


    ૧૫.મોદી અને મોદી વચ્ચે શું તફાવત છે?

    જ. કંઈ જ નહીં. બંને કંઈક આપતા પહેલાં તમારા ગજવાને ચકાસી ખાલી કરી લે છે. અને હવે બંને આધુનિક છે.


    ૧૬.રાફેલ ફાઈટર જેટ ભારત ના કયા રાજ્ય અને સહર થી ભારત માં અંદર આવ્યુ?

    જ. એ નથી ખબર પણ મોદીમાર્ગે એ નક્કી...


    ૧૭. આ મગજનું દહીં કેટલા દિવસે થતું હશે? *માસુમ સવાલ*

    જ. હજુ સુધી માર્કેટમાં પહોંચ્યું નથી બોલો મારા જન્મ પછી બધા આવું દહાડામાં દસ વાર કહે છે.


    ૧૮. અંબુજા સિમેન્ટ માં જાન હોય છે એ સાચું છે?

    જ. મારા ઘરે તો ગાડીમાં જાન આવેલી... આ અંબુજામા હોય એ પહેલી વાર સાંભળ્યું..


    ૧૯.હા તો હું સુ કવ છું કે વરસાદ આવે તો સુ કરવું જોઇએ.??????

    જ. નવા લગ્ન કર્યા હોય તો દોડીને પહોંચી જવું.. જૂના થઈ ગયા હોવ તો સામો સવાલ કરવો. જવાબ આપવા એ જ આવશે એ પણ દોડીને... (વર સાદ)

    ૨૦.

    આ ઉતાવળે આંબા પકવવા શું કરવું જોઈએ?

    જ. સાબિરભાઈની સાથે હાથ મિલાવેલો રાખો. આબાને ડરાવી ઝટ પકવી દેવો. નહીંતર પ્રકાશભાઈને પડાવવા.


    ૨૧. રેલ્વેમાં ડિઝલ એન્જિનની શોધ કોણે કરી?

    જ. રેલના પાટામા એન્જિન હોય એ બી ડિઝલ? લ્યો આજે ખબર પડી!




    આ સવાલો અને એના જવાબો કેવાં લાગ્યાં... જલ્દીથી જણાવજો. હસતાં રહેજો... મસ્ત રહેજો... અને સવાલો પૂછતાં રહેજો.





    પૂજા ત્રિવેદી રાવલ


Your Rating
blank-star-rating
Dhanji Chaudhri - (03 August 2021) 5

1 0

જ્યોતિન્દ્ર મહેતા - (31 July 2020) 5
😂😂😂😂😂

1 0

પ્રકૃતિ શાહ "પ્રીત" - (31 July 2020) 5
ભેજાફ્રાય

1 1

છાયા ચૌહાણ - (30 July 2020) 5

1 0

bhumi Dodiya - (30 July 2020) 5
સવાલ કરો તો સહેલો છે જવાબ આપવો અઘરો છે ખુબ જ સરસ

1 0

Nilesh Vaja - (30 July 2020) 5
મારા સવાલો મુકવા બદલ આપનો ખુબ ખુબ આભાર... અને જવાબ પણ રમુજી...આ એક નવી પહેલ બદલ ધન્યવાદ.....

1 1

View More