૧. મારે ધંધો શરૂ કરવો જોઈએ. કે નોકરી.અથવા ધંધો હોય તો કયો કરવો જોઈએ
રમેશચંદ્ર પંડ્યા
સુરેન્દ્રનગર
જ. મને ખબર નથી હો... અમે હમણાં જ ઘર બદલ્યું. અમે તો નવા રહેવા આવ્યા છીએ.
૨.તે પૂજાદીદી તમે લોકો મારી કોલેજ આવવાના હતા તો શું થયું? આવ્યા નહિ?
મીરુ રાઈટર (ચુટકી)
જ. લે... તું ક્યાં કોલેજમાં હોય છે?
૩. એસ. ટી. અમારી સલામત સવારી વિશે શું કહેશો ??
જ. આપ એ એસટીના ડ્રાઈવર છો તો સુરક્ષિત છો.
૪. _*જીંદગી રંગમંચ છે કે રંગમંચ જીંદગી...!*_
જ. જિંદગી મારી વાર્તા ની હિરોઈન છે અને એક નાની લેખિકા નુ ઉપનામ... રંગમંચ વિશે જાણકારી નથી..
૫. ગુજરાતીઓ ના ચાર ધામ ક્યાં ??
જ. રસોડું, હોટલ, આબુ અને બાબલા/બેબલીના વખાણ..
૬.હા..તો હું...કેતો તો કે સવાર પડી તો તેને વાગ્યું નહીં હોય ??????
નિલેશ વજા
જ. તમારે પાટાપીંડી કરવા જવું છે?
૭.શું કોરોના થી ડરવું જોઈએ કે નઈ ?
જ. ના રે... આપની પત્ની/ પતિ કરતાં ડરામણું નથી.
૮.હું સુ કવ છું જાન હે તો જહાંન હે...હવે આમા સુ સમજવું....????
નિલેશભાઈ વજા
જ. સાચું જ તો છે. જાન કાઢશો તો જ જહાનમા મજા કરવા નીકળશો.
૯.શું આ કોરોના સાચે છે કે પછી એની પાછળ નું બીજું કોઈ તારણ છે...?
જ. તમને શું લાગે છે? મને તો.... જય શ્રીકૃષ્ણ ...
૧૦. આ અમિતાબને સાચે કૉરૉના થયો છે કે પછી નાટક કરે છે..?
જ. કયા અમિતાબેન? કોરોના તો જલસા કરવાની પ્રતિક્ષામાં હતો.. તો પહોંચી ગયો.
૧૧.હા...કવ છું કે સોસીયલ ડિસ્ટન્ટ કોની સાથે રાખવું .....?????કેમ કે હવે તો કોરોના નો કહેર ના 5 મહિના થઈ ગયા ????????
જ. પત્નીથી ડિસ્ટન્સ મેઈનટેઈન કરો પછી કોરોનાના બાપની બીક નહીં.. (અમને પત્નીઓને પણ શાંતિ)
૧૨. જો કોઈ દુકાનદાર છેતરે તો કન્ઝ્યુમર ફોરમમાં કમ્પ્લેન કરી શકાય, શું સાસરિયા સામે આવું કરી શકાય?
ભરત રબારી
જ. તમારા રિસ્ક પર કરી જુઓ.. જે થાય તે જણાવશો..
૧૩. ક્યારેક કોઈ સામાન ખરાબ નીકળે તો આપણે દુકાને બદલવા જઈએ. પત્ની માં થાય એમ?
ભરત રબારી
જ. પતિમાં થાય?
૧૪. મેં સાંભળ્યું હતું કે સાલી આધી ઘરવાળી, તો એને અડધો દિવસ કામ કરવા બોલાવાય?
ભરત રબારી
જ. અડધો માર એનો પણ ખાવો જોઈએ પછી..
૧૫. જેને ભાઈ કે બહેન ન હોય તે ધર્મના બનાવે, પત્નીમાં એવું ના હોય??
ભરત રબારી
જ. પતિમાં પણ હોય.. ભાભીનો નંબર આપો એટલે એમને પણ સમજાવું.
૧૬.દુનિયાનું સૌથી ખૂબસૂરત મ્યુઝિક કયું?
જ. જે પહેલીવારના પ્રેમ પછી મનમાં વાગે.. કારણકે એની તો પછી યાદ જ રહેવાની.. ક્યારેય નહીં વાગે ફરી...
૧૭. *I don't care* માં પણ,
કેટલી *care* હોય છે ???
જ. બહુ ડહાપણ ના ડહોળીએ ઘરવાળી સામે સવારના પહોરમાં.....
૧૮. ઓ....માંય ...ગોડ......આમાં ગોડ હોય ખરા.??????
જ. ગોડ જ હોય... ભગવાન નહીં..
૧૯.માણસના હાવ ભાવ પરથી માણસ ઓળખાય છે, પણ હાવ અને ભાવ એક જ હોય કે અલગ ?
જ. ભાવ જાણો છો ને? અને માણસો પ્રાણીઓ માંથી આવ્યા છે.. વાદરા અને કૂતરા વચ્ચે દુશ્મની હોય એટલે માણસ એના ચાળા પાડે...
૨૦. ઘર માં ઘૂસતા જ બૈરી બોલે આવી ગયા તમે ...????.
તો હવે સુ સમજવું કે આવવાની જરૂર નહોતી.....
જ. એટલે સમજાવો છો કે પૂછો છો? કહેવાનો મતલબ.. બહાર વાળીને ચંપલ સાથે બહાર ઉતારી અંદર આવજો નહીં તો વેલણ ખાવા તૈયાર...
૨૧. રક્ષા રાખડી બાંધે તો એને રક્ષાબંધન કહેવાય. પૂજા રાખડી બાંધે તો એને શું કહેવાય..!?
પ્રકાશ પટેલ
જ. નસીબદાર... પૂજાને ભાઈઓ બહુ વ્હાલા...
કેવા લાગ્યાં જવાબ જણાવવાનું ભૂલતા નહીં.
આમ જ વાંચતા રહો, મસ્ત રહો , જોડાયેલા રહો અને સવાલો પૂછતાં રહો..
(માથાના વાળ ઉમંગભાઈની માફક ખેંચતા રહો)
ના ફાવે એને અનફોલો કરતાં રહો...
ટેન્શનને એના ડરનો આતંક ખોવાઈ ગયાનો કોમ્પ્લેક્સ અને ટેન્શન આપતા રહો....