• 13 August 2020

    થોડામાં ઘણું- કવિતા

    કિશન પંડયા- સીમા બગડા

    5 185

    થોડામાં ઘણું, કિશનની સાથે 34.


    જેમની રચનાઓ ખૂબ ટૂંકા સમયમાં એડિટર ચોઇસમાં સ્થાન પામી છે તેમજ જેઓ ઉપમાઓ આપવામાં માહેર છે, એવા સીમાદીદી આજે આપણને ઈન્ટરવ્યુ આપશે.



    1. કાવ્યસર્જન માટે તમારી પ્રેરણા.


    # કહેવાય છે ને કે પ્રેમમાં પડો એટલે લાગણીઓ શબ્દસ્વરૂપે આપોઆપ બહાર આવે બસ એને જ હું મારી પ્રેરણા કહીશ.અભય 'આર્યન' તરીકે ઓળખાતા લેખક નિરંતર મને લખવા માટેની પ્રેરણા આપતા રહે છે.તેમના થકી જ હું શોપીઝન સાથે જોડાઈ.બીજું તો શોપીઝન જેવું ઉમદા ગ્રુપ મળવાથી નવું કંઈક કરવાની ઉત્કંઠા વધી,સરાહનીય ટીપ્પણીઓ પ્રેરણામાં ફેરવાઈ, લેખનમાં સુધારાની તક સાથે નવું કંઈક લખવાની આશા બંધાણી.ઉત્કૃષ્ટ કૃતિઓ વાંચવાથી મગજના તારે સુર બંધાયો અને કવિતા લખવાની કોશિશ કરી.જેમાં શોપીપરિવારે ઘણી મદદ કરી છે તે બદલ હું તેમની હંમેશા આભારી રહીશ.


    2. કાવ્યસર્જનમાં ભાવ સર્જનનું મહત્વ.


    # એક શિખાઉ કવીયિત્રી હોવાથી હું સચોટ ઉત્તર કદાચ ન આપી શકું પણ કોશિશ જરૂર કરીશ. જો મનમાં ભાવ ઉમટે તો કવિતા આપોઆપ લખાઈ, મારા મતે ભાવને તમે શબ્દોની જાળમાં ગુંથો એટલે કાવ્યસર્જન કરી શકો.ભાવ વગરની કવિતા એટલે આત્મા વગરનું શરીર. મનનાં ખૂણે છુપાયેલા ભાવો જ્યારે એક તાંતણે બંધાય ત્યારે રચાય એક ઉમદા કવિતા.મન: સ્થિતિને ટૂંકમાં અસરદાર રીતે જણાવવી એટલે ભાવાત્મક કાવ્ય.


    3. એડિટર ચોઈસમાં સ્થાન મેળવતી રચના લખવાની રીત.


    # જી, એ તો કોઈ કવિ જ કહી શકે.હું તો હજુ પોતાને કવિ નથી માનતી પણ એટલું જરૂર કહીશ કે પોતાનું બેસ્ટ આપવું.જો તમારી કૃતિ સમર્થ હશે તો એક દિવસ આભલાનાં ચમકતા તારા વચ્ચે એને ચન્દ્રનું સ્થાન જરૂર મળશે.



    4. તમને કોઈ કવિયત્રીનું બિરુદ આપે , તો તમે એ બિરુદ કેમ સ્વીકારતા નથી?


    # આના પર તો કવિતા લખવી પડશે😅


    ભરૂ પા પા પગલી ને તમે મોટી ડગ કહો

    બોલતા પણ નહીં શીખી અને ગાવાનું તમે કહો?


    બસ આવું જ કંઈક છે.હજુ હું શીખું છું.જ્યાં સુધી સારા પકવાન ન બનાવું તો રસોયો કેમ કહેલાવું.મસાલાના તડકા વગરનું શાક બને છે જે ક્યારેક સારું પણ બની જાય તો તેને રસોયો તો ન કહેવાય.સકારાત્મકતા હોવી જરૂરી છે પણ અંધરૂકીયે ચાલવું પણ જોખમી છે.આશા છે કે આ બિરુદ હું પોતાને આપી શકું એટલી ઉત્કૃષ્ટ કવિતા હું એક દિવસ જરૂર લખીશ અને આ બિરુદને હું ફળીશ.


    5. ઉપમા આપવા માટે જરૂરી બાબતો.


    # ઉપમા એક અલંકાર(અહીં ઘરેણું સમજવું)છે.જેનાથી તમારી કવિતા કે લેખ સુશોભિત થશે.ઉપમાઓ માટે તમારે વધારે દૂર જવાની જરૂર નથી પડતી મારા મતે એ તમારી આજુબાજુમાંથી મળી રહે છે જરૂર છે તો બસ કે એ ઉપમાને તમે તમારા વાક્યની સ્થિતિ સાથે સરખાવી શકો.મારી એક કવિતા "શું કહું?" નું ઉદાહરણ આપું, 'શમણાંમાં આવે ને આંખો તો જાગે એની વહેતી લહેરને શું કહું' અહીં વહેતી લહેર એટલે મનનાં વિચારો જેને લહેરની ઉપમા આપી છે.


    6. કાવ્યમાં ઉપમાનું મહત્વ


    # કાવ્યમાં ઉપમાનું પણ એટલું જ મહત્વ છે જેટલું વાર્તા લખવા પ્લોટનું.અપ્રત્યક્ષ રૂપે કવિ ઘણું ખરું કહી જાય છે.અને તે કહેવા માટે ઉપમા ખૂબ જ જરૂરી છે.કહેવાય છે કવિતા સમજવી અઘરી છે તેનું મુખ્ય કારણ આ જ કે તે અલંકાર અને ઉપમાઓ થકી સજ્જ હોય છે.તેને સમજવા કવિએ લખેલી પંક્તિ પાછળનો ભાવાર્થ સમજવો જરૂરી બની જાય છે તે પણ એક આવડત છે કે તમે એ ઉપમા પાછળ ના કથનને સમજો.કવિ માટે આ એક પડકાર છે કે તે ઉપમાનો એવી રીતે ઉપયોગ કરે કે જેથી થોડા શબ્દોમાં કર્ણપ્રિય લાગે એવી લયાત્મકતા સાથે મોટી વાત કહી જાય.તેના માટે ઉપમા આવડવી એ જરૂરી છે.


    7. કવિતા અંગે અન્ય વાત.


    # ઘણાં લોકો પૂછે છે કે કવિતા કેવી રીતે લખાય? તો મારા મતે કવિતા એ તમે કોઈ એક પંક્તિને લઈને પણ લખી શકો છો, કોઈ કર્ણપ્રિય ધ્વનિ પરથી પણ લખી શકો છો, કોઈ વાર્તાના સાર કે પછી વાર્તા પરથી પણ લખી શકો છો, કોઈ એક ટોપિક લઈને પણ લખી શકો છો,જ્યારે મન ભાવનાઓથી છલકાય ત્યારે પણ લખી શકો છો,લખીને એ ચોક્કસ ગાઈ જોવી કે એ લયમાં છે કે નહીં.હા, થોડી રદીફ કાફિયાની જાણકારી લેવી.



    કિશન પંડયા


Your Rating
blank-star-rating
છાયા ચૌહાણ - (14 August 2020) 5
તમારા ઈન્ટરવ્યુ થકી દરેક લેખક લેખિકાના લેખન પ્રત્યે ના વિચારો જાણી ઘણું જાણવા મળે છે.good going, well done 👌

2 1

નિશાન પટેલ (સ્વાગત) - (13 August 2020) 5
વાહ વાહ વાહ વાહ, ખૂબ જ મસ્ત સવાલો અને એટલાજ મસ્ત જવાબો

2 1

આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (13 August 2020) 5
નવા કવિઓ માટે ખૂબ સરસ માહિતી. સુંદર ઇન્ટરવ્યુ.

2 1

રાજુસર ગરસોંદિયા - (13 August 2020) 5
વાહ ખૂબ સરસ માહિતી મળી

2 1