થોડામાં ઘણું,કિશનની સાથે 33
આજે વયં રક્ષ જેવી નવલકથાનું તેમજ અન્ય કેટલીય નોંધપાત્ર કૃતિના પોસ્ટર બનાવનાર, ટૂંકી વાર્તાઓ લખવામાં અને ચિત્રકલામાં પારંગત પરેશભાઈ આપણને ઈન્ટરવ્યુ આપશે.
1. ફોટોશોપ માટે તમે કઈ કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરો છો?
મોસ્ટલી હું PicsArt નો યુઝ કરું.., એમાં જ પ્રોફેશનલ ફોટોશોપ ને ટચ આપતું બધુ જ કામ આસાની થી થઈ જાય..
2. તમારી કોઈપણ બે એવી વાર્તાના નામ આપો જે વાચકોને ખૂબ જ ગમી હોય અને શા માટે?
મારી બધી જ વાર્તાઓ વાંચકો ને ગમે જ.., આમાંથી કોઈ બે ને ફિલ્ટર કરવી એટલે એ ઘણું જ મુશ્કેલ કામ છે, મારા વાંચકો ખુદ જ મને કહે કે તમારી દરેક વાર્તાઓ સરસ જ હોય.., અને પસંદગી ની દ્રષ્ટિએ જોઈએ તો "મિસ. સેંડલ" અને "મરિયમ" કૃતિ બેસ્ટ જ છે.
3. તમે બનાવેલ સૌથી વયં રક્ષ જેવા સારા પોસ્ટરની બનાવટ અંગેની જાણકારી.
પોસ્ટરમાં કશું નહીં હોતું બસ મિક્સિંગ જ મહત્વનું છે. ચાર થી પાંચ ઇમેજ ને એક ફોટો પર ગોઠવી વાર્તાને અનુરૂપ પોસ્ટર બનાવવું. વાર્તા ને અનુરૂપ યોગ્ય ફોન્ટની પસંદગી કરી પોસ્ટરને પ્રોફેશનલ ટચ આપી શકાય..
4. તમે પહેલા ટૂંકી વાર્તા લખવાનું શરૂ કર્યું કે પોસ્ટર બનાવવાનું? બે માંથી તમારો પ્રિય શોખ કયો અને શા માટે ?
વાર્તા, લખવું એ મારો પેશન છે..એટલે મેં શરૂઆત વાર્તાઓ થી જ કરી.. પછી મેં વાર્તા ને અનુરૂપ એના બુક કવર ડિઝાઇન કરવાનું શરૂ કર્યું.. કહેવાય છે ને કે બુકને ક્યારેય એના કવર પેઇજથી જજ નહીં કરવાની, પણ મારુ માનવું છે કે વાંચકો ની નજર પહેલા બુકના કવર પર જ જાય છે માટે જો બુક કવર ઈફેક્ટિવ હશે તો એ સૌનું ધ્યાન ખેંચશે જ..
5. તમે લખેલી શોપિઝન પર ઉપલબ્ધ ટૂંકી વાર્તાઓ અંગેની માહિતી.
મેં શોપિઝન પર ઘણીબધી ટૂંકીવાર્તાઓ લખી છે. અને એક ટૂંકીવાર્તા સંગ્રહ મારો શોપિઝન પેઇડ વિભાગમાં પણ છે, વીર ની લવસ્ટોરીઝ.. એમાં આજના યુવાનો ને આકર્ષતી 10 બહેતરીન લવસ્ટોરીઝ છે..
6.જ્યારે કોઈ તમારી વાર્તા પર નેગેટિવ રિવ્યુ આપે ત્યારે તમે શું વિચારો છો?
હું ઘણો જ ડિપ્રેશ થઈ જાવ છું કારણ કે.. મારી વાર્તા પર નેગેટિવ કૉમેન્ટ્સ ની મને આશા જ ના હોય, છતાં આવે છે.. અને એના કારણે જ ઘણીવાર મને થાય છે કે હું લખવાનું જ મૂકી દવ..
7. તમે ખૂબ સારા ચિત્રો પણ બનાવો છો, એ અંગે જાણકારી.
હા, સ્કૂલ અને કોલેજમાં થતી ચિત્રસ્પર્ધાઓ હું ભાગ લેતો. મને ગમે કલ્પનાઓ ના રંગોને કેનવાસ પર ચિતરવા, ચિત્રકલા વિશે તો મને એટલું બધું ખાસ નોલેજ નહીં, હું કોઈ પ્રોફેશનલ ચિત્રકાર નથી. આ તો મારો બસ નવરાશની પળોએ ખાલી બેઠા કઈક મનગમતું કરી લઈએ..