થોડામાં ઘણું,કિશનની સાથે 35
આજે આપણને કવિ શ્રી મિલન અંટાળા કાવ્ય સર્જન અંગે થોડી માહિતી આપશે.
1.કાવ્યમાં સાદગીનું મહત્વ.
કાવ્યની પંક્તિ જેટલી સરળ હોય એટલું જ કાવ્યનું પઠન અથવા ગાયન કરવું સરળ રહે છે તેમજ વચકોને યાદ રાખવામાં અને એમના મગજમાં લેખકની છાપ છોડવામાં મદદરૂપ થાય છે.
2. લોકજીભે ચડી જાય એવા કાવ્ય કઈ રીતે લખી શકાય?
કાવ્યનો લય અને નવીનતા ભર્યા દાવા દલીલની મદદથી લોકજીભ પર કાવ્યને જીવતું રાખી શકાય.
3. તમે કાવ્ય લખવાનું કઈ રીતે શરૂ કર્યું?
પ્રાસ વાળી લાઈન તો હું નાનો હતો ત્યારથી બોલતો એક ઉદાહરણ આપું તો
"તમે મારા આંટી નવા આવ્યાં,
લગ્ન અંકલના કરી તમને લાવ્યા,"
બસ આવી લાઈન હું બોલ્યા કરતો પણ એ સમયે મને કશું ખબર હતી જ નહીં કે હું જે બક બક કરું છું એમાંથી કાવ્યનું સર્જન થઈ શકે. પણ મેં કોઈ દિવસ લખવાની શરૂઆત કે મારી નોટબુકમાં કશું લખ્યું જ નહીં. 2019 માં મે મહિનાની 28 તારીખે INSTAGRAM માં અચાનક મેં વાંચ્યું કે "રોમાંચક, રોમાન્સથી ભરપૂર વાર્તા વાંચો" એ ADVERTISMENT હતી એક એપ્લિકેશનની એટલે મેં ટાઇમ પાસ કરવા એ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અંદર જોયું તો ઘણાં લોકો કાંઈપણ લખ્યું હતું અને તો પણ એમને સારાં રીવ્યુ મળ્યાં હતાં. એ જોઈને મેં પણ વાહ.. વાહી.. મેળવવા એક કૌશિશ કરી અને ત્યાંથી કાવ્ય લખવાની શરૂઆત થઈ.
4. કાવ્યસર્જનની તમારી યાત્રા અંગે ટૂંકમાં માહિતી.
શરૂઆતમાં એટલું નોલેજ હતું નહીં એટલે સાહિત્યના નિતિ નિયમને નેવે મૂકીને કાવ્ય લખતો પણ અંદરથી ખૂબ આનંદ થતો, પછી કોઈ વાંચે એટલે એમને કોઈ ભૂલ ધ્યાનમાં આવ્યું હોય એટલે થોડું સમજાવે બસ એજ રીતે ધીમે ધીમે ઘણું શીખ્યો અને હજુ પણ શીખી રહ્યો છું. ક્યારેય કોઈ વ્યક્તિ ભૂલ બતાવે અથવા કાંઈક સલાહ આપે તો એમની વાત કોઈ પણ જાતના અહમ રાખ્યા વગર સાંભળી અને શીખી લઉં છું. પ્રાઇવેટ જોબ કરું એટલે પૂરતો સમય નથી આપી શકતો પણ જ્યારે સમય મળે ત્યારે શબ્દો સાથે વાર્તાલાપ કરી લઉં છું.
5. ગુજરાતી સાહિત્યમાં તમારા ફેવરિટ ઋતુ કાવ્યો.
કાવ્ય હોય એટલે મને વાંચવા ખૂબ ગમે એટલે કોઈ favourite જેવું કશું નહીં પરંતુ પ્રેમ પર લખેલ કાવ્ય મારા favourite.
6. તમે રચેલી મહત્વની કવિતાઓ અંગે જાણકારી.
જ્યારે હું પાપા બનવાનો હતો ત્યારે એક કાવ્ય લખ્યું હતું જેનું શિર્ષક છે "કેવું હશે?" આ કાવ્ય મેં ઘણાં લોકોને પસંદ આવ્યું છે. ત્યાર પછી દીકરી પર લખ્યું છે, નારી પર લખ્યું છે, પત્નીને સંબોધીને લખ્યું છે, 26 મુક્તકો પણ લખ્યાં છે. 2 લાઇનર શેર પણ લખ્યાં છે.
7. કવિતા સર્જન અંગે જે અન્ય વાત તમે કહેવા માંગો એ.
બીજાથી કાંઈક અલગ વિચારવાની કળા જેમની પાસે છે એ સારાં અને હદય સ્પર્શી કાવ્યોનું સર્જન કરી શકે.
મિલન અંટાળા