મિત્રો હું છુ જયદિપ ભરોળિયા "ડિયર જયુ". આ કોલમમાં હું મારા અંગત વિચારોને મુક્તપણે રજુ કરીશ. અહિં હું એવા જ મુદ્દાઓ પર વિસ્તરણ કરીશ જે લોકોને કંઈક ઉપયોગમાં આવે, મારા વિચારો પરથી કોઈને કંઈક કંઈક શિખવા મળે, યોગ્ય રાહ મળે. આ કોલમ માટે મેં કોઈ દિવસ, વાર કે સમય નક્કી નથી કર્યો.
આત્મહત્યા - દરેક મુશ્કેલીનો અંત?
આપણે બધા જ આપણી આજુબાજુ જોઈ રહ્યા છીએ. કંટાળી જઈ, થાકી ગયેલો, મુશ્કેલીઓથી ઘેરાયેલો વ્યક્તિ છેવટે જીવનને ટુકાવે છે. એટલે કે આત્મહત્યા તરફ જાય છે. તેને કદાચ લાગતુ હશે કે આત્મહત્યા એ દરેક પરેશાનીનો અંત છે. કોઈ પરિસ્થિતિ એવી નથી જેના કારણે વ્યક્તિએ આત્મહત્યા કરવી પડી. ઈશ્વરે આપણને સૃષ્ટિ પર મનુષ્ય અવતાર સાર્થક કરવા માટે મોકલ્યા છે. નહી કે આત્મહત્યા કરવા માટે. નહી કે પરિસ્થિતિને પીઠ બતાવવા માટે. જિંદગીમાં હાર જેવું કંઈ છે જ નહીં. જે કાર્ય આપણે કરીએ છીએ તેમા હાર અને જીત થતી હોય છે. જિંદગી માટે કોઈ હાર અને કોઈ પ્રકારની જીત નથી.
દરેક વ્યક્તિના જીવનમાં એવી પરિસ્થિતિ આવતી જ હોય છે. જે વ્યક્તિને નિરાશ કરી દે છે. વ્યક્તિને તે પરિસ્થિતિથી ભાગવા માટે મજબુર કરી દે છે. પરિસ્થિતિથી ભાગીને તેનો અંત કે સારુ પરિણામ મળતું નથી. જે તે પરિસ્થિતિનો સામનો કરીને જ તેનું યોગ્ય પરિણામ મળતું હોય છે. આત્મહત્યા એ માણસની સૌથી મોટી નબળાઈ છે. આત્મહત્યા કરવાથી દરેક મુશ્કેલીનો અંત થઈ જશે એ જે તે વ્યક્તિના માત્ર વિચાર છે. પરંતુ આત્મહત્યા કરવાથી યોગ્ય પરિણામ મળતું નથી.
દરિયામાં તુફાનની વચ્ચે ફસાયેલ સજીવ પણ હાથ-પગ હલાવીને કિનારો શોધી લે છે. કરોળિયો એક નાનકડુ જીવ હોવાં છતાં પણ પોતાનું રહેઠાણ બનાવીને જ રહે છે. વ્યક્તિ આત્મહત્યા તો કરી લે છે પરંતુ તેના કારણે બીજા કેટલાયની મુશ્કેલીઓ વધી જાય છે. ખુદમાં આત્મવિશ્વાસ ન ધરાવતો વ્યક્તિ જ આવી બેવકુફી કરે છે.
નથી મળતાં કિનારા તેને
વિશ્વાસ નથી ખુદમાં જેને
- ડિયર જયુ