આજકાલ દુનિયામાં એક મહામારીનો સમય ચાલી રહ્યો છે. જાણકારોનું માનવું છે કે દરેક મનુષ્યને આથી જીવનું જોખમ છે. એટલે પહેલા છ માસ લોકડાઉનમાં વિતાવ્યા અને પછી ધીમે ધીમે બધું અનલોક થવા લાગ્યું. રૂટીન જીવન હળવું બન્યું પણ માસ્ક, સેનિટાઈઝર ને સોશિયલ ડિસ્ટનસિંગ જરૂરી બન્યું.
પણ દિવાળી હજી વીતી જ ત્યાંતો શું સુજ્યું કે લોકડાઉન રાત્રિ કરફ્યુ અમલમાં આવ્યું. મહુર્તના દિવસે જ બંધ જાહેર થયું અમદાવાદ અને બીજા મોટા શહેરોમાં આનો અમલ થયો. પણ મોટા ભાગે નુકશાન થયું એવા લોકોને જેમના ઘેર લગ્ન હતા કે જેમના ધંધાઓ લગ્ન પ્રસંગો સાથે જોડાયેલા હતા. જેવા કે ભઠીયારા, રસોયા, ડેકોરેશન વાળા, મીઠાઈને ફરસાણ વાળા, લગ્ન પ્રસંગ કરવા વાળા દરેકને આની અસર જોવા મળી, પાર્ટી પ્લોટ વાળાને પણ ફટકો પડ્યો. જે લોકોએ એડવાન્સ પૈસા આપેલા એ પણ ફેલ ગયા. ધંધાઓ નવા વર્ષે જ જાણે ઠપ થયા.
જે વ્યક્તિએ સાચવીને રાખ્યું છે એને ખાવાના લાલા નથી પણ જેની પાસે કઈ છે જ નઈ અને આવા ધંધા સાથે સંકળાયેલા છે એમની પરિસ્થિતિ વિકટ બની. જાણીએ છીએ કે બીમારી છે પણ તો પછી આટલા સમયમાં અચાનક બધું ઠપ કરવું એ લોકો માટે અઘરું બને.
લોકો તો ચાહે છે કે જલ્દી આ બીમારીથી છૂટે ને આ સરકારના લોક અનલોકના ઝમેલામાંથી લોકો છૂટે. બાકી તો વાસ્તવિકતા દરેક જાણે જ છે કે કાગળિયે જે છે એ હકીકત નથી અને જે હકીકત છે એ કાગળીયે નથી.